દિવાળી કાઉન્ટડાઉન : ફટાકડા ફૂટતા જ કેમેરા ફ્લેશ, આભમાં તિતલી અને મોર સોળે કળાએ ખીલશે

  • November 02, 2023 12:31 PM 

દિવાળી નજીક આવતાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે ફટાકડા ફૂટવાનું શરૂ થઈ જાય છે. ફટાકડાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીઓનો અંદાજ છે કે, આ વર્ષે પણ કરોડો રૂપિયાના ફટાકડા ફૂટશે. બજારમાં 180થી વધુ પ્રકારના અલગ અલગ ફટાકડા આવી ગયા છે. અવનવા ફટાકડાની વાત કરીએ તો બજારમાં શૂટર ગન, ફ્લેશ ગન, મશીન ગન, કેમેરા ફ્લેશ જેવી અનેક આઈટમ આવી ચૂકી છે. કેમેરા ફ્લેશ ગન દ્વારા ફ્લેશ લાઇટ જોવા મળશે અને મશીન ગન દ્વારા ફટાકડાની ગોળીઓ ફૂટશે. આ સાથે બાળકોના મનોરંજન માટે બજારમાં મ્યુઝીકલ ક્રેકર પણ આવ્યા છે. આકાશી આતશબાજીમાં આવશે પીકોક છે જેમાં ફટાકડા ફોડતાની સાથે જ મોર છે રીતે કળા કરે તે મુજબ ફટાકડામાંથી રંગબેરંગી મોર પંખ જોવા મળશે. દિવાળી નજીક આવતાની સાથે જ ફટાકડાના વેપારીઓને ત્યાં હાલ ગ્રાહક પણ શરૂ થઈ ચૂકી છે. ફટાકડાના ભાવની વાત કરીએ તો આ વર્ષે કોઈ ભાવ વધારો આવ્યો નથી જેને લઈને ગ્રાહકોને રાહત થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application