ભાટીયા પાસે બોર્ડ વિના ડાયવર્ઝન: વાહન ચાલકો પરેશાન

  • November 07, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટીયા ગામમાં જવા માટે હાઇવે રોડ પરથી ગામમાં જવા માટેનું ડાયવર્ઝનનં કામ છેલ્લા ઘણા સમયથી અધુરુ છે, જેના કારણે રાજકોટ, જામનગર, અમદાવાદ તરફથી આવતા લોકોને રોજીંદી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાટીયા હાઇવેથી ભાટીયા ગામમાં જવા માટેનું ડાયવર્ઝન જે જગ્યાએથી કાઢેલું છે ત્યાં કોઇ જાતનું દેખાઇ એવી રીતે બોર્ડ નથી તેમજ ગતિ મર્યાદાના કોઇ બોર્ડ પણ લગાવેલ ન હોવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી રોજ એક નાનો અકસ્માત થાય છે. આજે સવારે પણ ટુપણી ગામના આહિર યુવાનને મોટર કારે ઓવર ટેક કરતા હડફેટે લેતા આ યુવાન ગંભીર રીતે ઘવાતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે ખંભાળીયા હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
ભાટીયા પંથકના આગેવાનો દ્વારા આ ડાયવર્ઝન પ્રશ્ર્ને અનેક વખત રજૂઆતો પણ કરાઇ છે પણ પ્રશ્ર્નનો નિરાકરણ આવતું નથી, છેલ્લા ઘણા મહીનાઓથી ડાયવર્ઝનનો પ્રશ્ર્ન ઉભો છે અને આના કારણે આજ દિવસ સુધી નાના-નાના અસંખ્ય અકસ્માતો છાશવારે થતા રહે છે, ત્યારે હવે નિંભર તંત્ર જાગે અને આ પ્રશ્ર્નનો વ્હેલાસર નિકાલ લાવે તેવી લોક માંગ ઉઠી છે. જયારે ભાટીયા પંથકના લોકો પણ ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની હવે તૈયારીઓમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application