ખંભાળિયામાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

  • January 08, 2025 11:02 AM 

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ તા. ૧૨/૦૧/૨૦૨૫થી ભગવતી મેરેજ હોલ-ખંભાળીયા ખાતે યોજાશે.


તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તાલુકાકક્ષાએ લોકનૃત્ય, રાસ, ગરબા,  ભરતનાટ્યમ, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા,  એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્નગીત, સમુહ ગીત, તબલા, હાર્મોનિયમ (હળવુ),  લોકગીત/ભજનમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કલાકારો તથા સીધી જિલ્લાકક્ષાની કાવ્ય લેખન,  ગઝલ શાયરી લેખન,  લોકવાર્તા,  દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ,  ઓર્ગન,  કથ્થક,  શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)  સ્પર્ધાઓમાં ભાગ લીધેલા કલાકારો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૧૨/૦૧/૨૦૨૫થી ભગવતી મેરેજ હોલ-ખંભાળીયા ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા આવનાર કલાકારોએ સ્પર્ધા સ્થળે સવારે ૦૮:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application