જામનગરના જિલ્લા પોલીસ વડાનો નવરાત્રી મહોત્સવને લઈને પોલીસ પરિવારના સભ્યો માટેનો નવતર અભિગમ

  • October 28, 2023 10:49 AM 

નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા તમામ પોલીસ કર્મચારી અને પરિવારજનો માટે એક દિવસના ગરબાનું આયોજન


જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ- બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથેના એક દિવસના ગરબાનું પોલીસ હેડકવટર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું.


જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુના સાન્નિધ્યમાં આ એક દિવસના ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને માતાજીની આરતી કર્યા પછી ગરબા મહોત્સવ યોજાયો હતો.  જેમાં એસ.પી. પ્રેમસુખ ડેલુએ પણ રાસ લીધા હતા.


તેઓની સાથે શહેર અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. પોલીસ હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. સહિતના અન્ય અધિકારીઓ, જામનગરના એલસીબી એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ મથકના પીઆઇ અને પોલીસ પી.એસ.આઈ.  વગેરે અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવમાં જોડાયા હતા, અને ડાંડિયારાસનો મહોત્સવ મનાવ્યો હતો.


જામનગરની ઉત્સવપ્રેમી જનતા કે જેઓ નવરાત્રીનો આનંદ માણી શકે અને તેઓની પૂરેપૂરી સુરક્ષા જળવાયેલી રહે તે હતું તે જામનગરના તમામ પોલીસ કર્મચારીઓ સતત નવ દિવસ સુધી ખડે પગે રહ્યા હતા, અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જેઓ પણ રાસ ગરબા મહોત્સવમાં જોડાઈને એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રીનો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ,અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application