ભાવનગર જિલ્લા પંચાયતના ૧૬૬૩.૨૦ કરોડના બજેટને ગઈકાલે મંગળવારે બપોરે મળેલી સભામાં બહાલી આપવામાં આવી હતી.અંદાજ વિકાસની અનેક મોટી મોટી વાતો વચ્ચે ભાજપના જિ.પં.ના શાસકોએ નવા વર્ષે અનેક યોજનાઓનો બજેટમાં છેદ ઉડાવ્યો છે.આરોગ્ય, સિંચાઈ માટે કોઈ ખર્ચ નહિ ! વિપક્ષના ગોકીરા વચ્ચે સભા આટોપી લીધી, વન નેશન-વન ઈલેકશનનો ઠરાવ બહાલ રાખ્યો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકાર એકબાજુ પ્રજા માટે અબજો રૂપિયાની ફાળવણી કરતા હોય છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લા પંચાયત ફાળવણી તો કરે છે પરંતુ તેને આયોજનના અભાવે વાપરી શકતા નથી. પ્રજાકીય સુવિધા અને વિકાસ જેવા કે, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, આયુર્વેદ, પશુપાલન, નાની સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ પાછળ જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ફદીયું પણ વાપર્યું નથી. તે જ તેની અણઆવડત દેખાડે છે. જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિરોધ પક્ષના ભારે આક્રોશ વચ્ચે ૪૬૫.૫૮ કરોડના પુરાતલક્ષી અંદાજપત્રને મંજુર કરવામાં આવ્યું હતું.
વિકાસની મોટી મોટી વાતો કરતા ભાજપના જિલ્લા પંચાયતના શાસકોએ આ વર્ષે પણ બજેટમાં અનેક જોગવાઈઓ ઝીરો કરી નાખી છે.ભાવનગર જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં આયોજનના અભાવે અનેક ખર્ચ કરી શકતા નથી તો બિનજરૂરી ખર્ચાઓ વધુ પ્રમાણમાં કરે છે. ત્યારે ઘણા ખર્ચની જોગવાઈઓ જ બજેટમાં ઝીરો કરી નાખી છે. જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા સહાય અને સન્માન તથા ગુણોત્સવ તેમજ સીસીટીવી કેમેરા, શાળામાં દરેક તાલુકા દીઠ એક સ્માર્ટ સ્કૂલ બનાવવાનો ખર્ચ, અટલ બિહારી બાજપાઈ ભાવનગર જિલ્લા પંચાયત સ્કોલરશીપ સહાય, પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી સુવિધા, નાના સીમાંત ખેડૂતો માટે તાડપત્રી સહિતના ખર્ચ માટે બજેટમાં ઝીરો જોગવાઈ કરી છે. યોજનાઓનો છેદ ઉડાડયો છે.
ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અને વર્ષ ૨૦૨૫-૨૬ નું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું જેમાં સરકારી પ્રવૃત્તિ અને સ્વભંડોળની આવક મળી કુલ સૂચિત અંદાજિત આવક ૧૧૯૭.૯૯ કરોડ અને ખુલતી
સિલક ૪૬૫.૨૧ કરોડ મળી કુલ ૧૬૬૩.૨૦ કરોડની સામે ૧૧૯૭.૬૦ કરોડના ખર્ચની જોગવાઈઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમના વિસ્તારના વિકાસના કામો કરી શકે તે માટે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ, જંગલ કટીંગ સહિત સદસ્ય દીઠ ૧૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે. તદુપરાંત બજેટમાં બાંધકામ ક્ષેત્રે ૨૨૧.૨૦ લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૧૦૮.૮૦ લાખ, આરોગ્ય ક્ષેત્રે ૬.૨૦ લાખ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે ૮.૫૦ લાખની જોગવાઈ કરી છે. જિલ્લા પંચાયતના બજેટમાં સ્વભંડોળના ખર્ચના હેડ હેઠળ બે લાખ પંચાયત માટે પંચાયત પરિષદને સહાય ફાળવવામાં આવે છે. પરંતુ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા તે રકમ જમા કરાવી નથી. જેના કારણે ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય ગાંધીનગર પંચાયત પરિષદમાં રાતવાસો કરી શકે નહીં. અને તેવો જ ખરાબ અનુભવ તાજેતરમાં કોંગ્રેસના સભ્યોને થયો હતો.
સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીએ ગત બજેટમાં રકમ ફાળવી હોવા છતાં એક રૂપિયાનો પણ ખર્ચ નહીં કર્યાની વિભાગવાર શાસકોની ગંભીર બેદરકારી છતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે જિલ્લા પંચાયતના બજેટમાં સભ્યોને ટપ્પો નહીં પડતા માત્ર થોડી મિનિટોમાં જ ફીંડલુ વળી જતું હોય છે. પરંતુ બજેટની મુદ્દાસર ચર્ચા થતાં શાસકના સભ્યો ઉકળી ઉઠ્યા હતા અને ચર્ચા વચ્ચે જ વંદે માતરમના નારા સત્યનારાયણ ભગવાનની જય પોકારી હતી. વિરોધ પક્ષના અન્ય સભ્યોને ચર્ચા કરવી હતી પરંતુ સભાને તાત્કાલિક આટોપી શાસકના સભ્યો અને અધિકારીઓએ ચાલતી પકડી હતી. કેટલાક જરૂરી ખર્ચ માટે પણ બજેટમાં જોગવાઈ નહીં કરવાનો રોષ વિરોધ પક્ષના નેતા દ્વારા વ્યક્ત કરતા મંચ પરથી ઉપપ્રમુખે આવક ઓછી હોવાને કારણે જોગવાઈઓ જ રદ કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી વન નેશનલ વન ઇલેક્શનનો ઠરાવ શાસક સભ્યોની બહુમતીથી પસાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછ મહિનામાં ઇવીના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઇ જશે: ગડકરી
March 20, 2025 10:20 AMપંજાબ પોલીસે શંભુ-ખનૌરી બોર્ડર ખાલી કરાવી
March 20, 2025 10:17 AMયુએસ સેન્ટ્રલ બેંક ફેડે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો
March 20, 2025 10:15 AMરાજકોટ રેન્જની ૨૮ પાસા- ૩૨ સામે હદપારીની દરખાસ્ત
March 20, 2025 10:14 AMરાજકોટ એસટી બસપોર્ટના ચાર પ્લેટફોર્મની રેલિંગ તુટી
March 20, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech