જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૨૩-૦૧-૨૦૨૬ના રોજ સવારે ૧૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એસ.એસ.સી, એચ.અસ.સી. + કોમ્પ્યુટર નોલેજ, ITI –ફીટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશ્યન, કાર્પેન્ટર, પ્લમ્બર અને મશીન ઓપરેટર જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર અને કોમ્પ્યુટર ઓપરેટર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.