દ્વારકામાં જિલ્લા ભાજપની કારોબારી સંપન્ન: નવનિયુક્ત પ્રભારી રહ્યાં ઉપસ્થિતિ

  • May 23, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેન્દ્રસિંહ સરવૈયાનું કરાયું સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી સમિતિની ખાસ બેઠક દ્વારકા સ્થિત હિરબાઈ હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત પ્રભારી તથા પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રભારી મહેન્દ્રસિંહ, જિલ્લા પ્રમુખ મયુરભાઈ તથા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર દ્વારા જન સંપર્ક અભિયાન, સોશિયલ મીડિયા અભિયાન તથા સંગઠનાત્મક કાર્યક્રમો અંગે પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કેન્દ્રની ભાજપ સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવ વર્ષ પૂર્ણ કરનાર છે, ત્યારે તેના સંદર્ભમાં તારીખ ૩૦ મે થી શરૂ થનારા કાર્યક્રમ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નવનિયુક્ત પ્રભારીને સન્માનિત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા તેમની ટીમ દ્વારા નવનિયુક્ત પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાનું ભગવાન દ્વારકાધીશની છબી તથા ઉપરણાથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના કારોબારી સદસ્યો, હોદ્દેદારો, વિવિધ મોરચાના અગ્રણીઓ સાથે મહામંત્રી ભરતભાઈ ગોજીયા, જિલ્લા મંત્રી રાજુભાઈ સરસિયા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, કેતનભાઈ બુદ્ધભટ્ટી, ડી.એલ. પરમાર, ખેરાજભા કેર, સહિતના કાર્યકરો ખાસ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application