બીજા દિવસે દરોડા ચાલુ: આર.આર. કાબેલ ગ્રુપના ડિસ્ટ્રીબ્યુટર્સ પણ આઈટીની રડારમાં

  • November 30, 2023 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના મોટા માથાના કરચોરો પર આવકવેરા વિભાગએ ધોસ ઉતારી છે ત્યારે ગઈકાલે જાણીતા આર આર કાબેલ કેબલ ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટકયું હતું અને કરોડો પિયાની કરચોરી ઝડપી લેવા માટે ગુજરાત સહિત દેશભરમાં આવેલી તેમની અનેક ઓફિસો જેમ કે વડોદરા,અમદાવાદ, સુરત પુના જયપુર ,લખનઉ, દિલ્હી, ઇન્દોર સહિત દેશ વાપી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કંપની ની ઓફિસો અને પ્રમોટર ના બંગલા સહિત કંપનીના ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને પણ આઈ ટી એ રડારમાં રાખ્યા છે અને જીણામાં ઝીણી તપાસ ચાલી રહી છે.



આ અંગેની વિગત મુજબ ગતવરસ સપ્ટેમ્બરમાં જ આ કંપની દ્રારા આઇપીઓ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આવકવેરા વિભાગ ખાતુ જબરદસ્ત સક્રિય થયું છે અને કરચોરી અટકાવવા માટે જાણે સર્ચ ના ભાગપે ઝુંબેશ શરૂ કરી હોય તેમ એક પછી બિઝનેસ ક્ષેત્રમાં આવકવેરા વિભાગ દ્રારા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ગઈકાલે સવારથી કાબીલ ગ્રુપની પ્રિમયસીસ પર દરોડાની કાર્યવાહી શ થઈ હતી
જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના આવક વેરા વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે.



ગુજરાતમાં કરચોરો પર આઈ ટી ડિપાર્ટમેન્ટ એ બાદ નજર રાખી હોય તેમ એક પછી એક તબક્કા વાર જેમકે ઝવેરીઓ અને બિલ્ડર ગ્રુપ બાદ કેમિકલ અને સીઝન સ્ટોર ના ધંધાર્થીઓને પણ રડારમાં લીધા છે અને કરોડો પિયાની કર ચોરી ઝડપી લેવામાં સફળતા મળી છે.
ગઈકાલે આર આર ગ્રુપ પર આવકવેરાની કાર્યવાહી દરમિયાન કોમ્પ્યુટર ડેટા, કંપનીના દસ્તાવેજો અને હાર્ડ ડિસ્ક કબ તે કરીને એનાલિસિસ માટે મોકલવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ અધિકારીઓને કર્મચારીઓના મોબાઇલ પણ જ કરવામાં આવ્યા છે. આર આર ગ્રુપના ૯ જેટલા સંચાલકોને ત્યાં તપાસ ચાલી રહી છે ત્યાંથી કરોડો પિયાની કરચોરી ઝડપાય તેવી પ્રબળ સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application