નર્મદાનીર ન મળતા પશ્ચિમ રાજકોટમાં વિતરણ ઠપ્પ

  • November 23, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નર્મદાનીર નહીં મળવાને કારણે પશ્ચિમ રાજકોટના પાંચ વોર્ડમાં આજે સવારથી પાણી વિતરણ ખોરવાઇ જતા ચાર લાખ લોકો તરસ્યા રહેતા ભારે દેકારો બોલી ગયો હતો અને નગરસેવકો તેમજ તંત્રવાહકો ઉપર ફરિયાદોનો મારો થયો હતો. ઢાંકી પાસેના નર્મદા આધારિત ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના પમ્પિંગ સ્ટેશનમાં ગઇકાલે સર્જાયેલો ઇલેકિટ્રકલ ફોલ્ટ ૨૪ કલાક બાદ પણ રીપેર નહીં થતા નર્મદાનીર મળ્યું ન હતું જેના લીધે આજે વોર્ડ નં.૧, ૨, ૩, ૯ અને ૧૦ના વિસ્તારોમાં એકાએક વિતરણ બધં રહ્યું હતું.


વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં ગઇકાલે ઇલેકિટ્રક ફોલ્ટ સર્જાયો હતો અને ગઇકાલથી જ પાણી મળવાનું બધં થઇ ગયું હતું પરંતુ ગઇકાલે સ્ટોરેજ કરાયેલું પાણી આપીને વિતરણ જાળવી રાખવામાં આવ્યું હતું પરંતુ ૨૪ કલાક બાદ પણ ઇલેકિટ્રકલ ફોલ્ટ રિપેર નહીં થતા તેમજ આજે સ્ટોરેજ વોટર પણ ઉપલબ્ધ ન હોય ઉપરોકત વિસ્તારોમાં વિતરણ થઇ શકયું ન હતું. જો ફોલ્ટ રીપેર થશે તો આવતીકાલે વિતરણ થઇ શકશે અન્યથા કાલે પણ વિતરણ વહેલા મોડું થાય કે બધં રહે તેવી શકયતા નકારી શકાતી નથી. પમ્પિંગ સ્ટેશનની પેનલ ઉડી જતા તે રિપેર કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ રિપેર નહીં થતા પેનલ બદલવા કામગીરી કરાઇ રહી છે અને તે માટેની પેનલ વડોદરાથી મંગાવાઇ છે જે આજે બપોરે ઢાંકી પહોંચશે ત્યારબાદ રિપેરિંગ થશે.

ઇજનેરી સૂત્રોએ ઉમેયુ હતું કે નર્મદાનીરના હડાળા પંપીંગ સ્ટેશનથી ઢાંકી પંપિંગ સ્ટેશન ખાતેથી પાણી ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લાવવામાં આવે છે. દરમિયાન ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ હસ્તકના નર્મદા આધારિત પંપીંગ સ્ટેશનમાં ઇલેકટ્રીક ફોલ્ટ હોવાના કારણે આજે સવારના ૬ કલાકથી રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણી બધં કરવામાં આવ્યું હતું જેથી વોર્ડ નં ૧, ૨, ૯, ૧૦(પાર્ટ) આધારિત વિસ્તારોમાં રૈયાધાર પાણીના ટાંકા પરથી સવારના સમયે લાઇન ચાર્જ થઇ શકી ન હતી જેથી ઉપરોકત વિસ્તારોમાં પાણી વિતરણ થઇ શકયું નથી. યારે આજે બપોરના સમયે ગાંધીગ્રામમાં રાબેતા મુજબ વિતરણ થશે. આજે તા.૨૩ને ગુવારના રોજ વોર્ડ નં.૨ અને ૩ હેઠળના રેલનગર અને બજરંગવાડી હેડવર્કસ ઉપરથી પાણી વિતરણ બધં રાખવાનું નક્કી કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાએ નવેમ્બર માસના પ્રારંભે દિવાળી બાદ તુરતં જ મતલબ કે તા.૧૫ નવેમ્બરથી આજીમાં સૌની યોજના મારફતે નર્મદાનીર ઠાલવવા માંગણી કરી હતી પરંતુ આજે તા.૨૩ નવેમ્બરે પણ હજુ પાણી ઠાલવવાનું શ કરાયું નથી. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્રારા પાઇપલાઇનનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું હોય જે પૂર્ણ થયે એકાદ સાહ પછી સૌની યોજનાનું નર્મદાનીર મળે તેમ છે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application