હરીફ ઉમેદવારોની અંતિમયાદી ગઈકાલે સાંજે પ્રસિદ્ધ કરી તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રતીક ફાળવી દીધા બાદ રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા હવે મતદાર સ્લીપવિતરણનું કામ શ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૨૧,૧૨,૨૭૩ મતદારો છે. તે તમામને ઘેર બેઠા મતદાર સ્લીપ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ૨૨૩૬ મતદાન મથકો છે અને તે દરેક મતદાન મથકના બૂથ લેવલ ઓફિસરોને આ જવાબદારી સોપવામાં આવી છે. ચૂંટણી શાખાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મતદાર સ્લીપનું વિતરણ આસિસ્ટન્ટ
રિટનિગ ઓફિસરોને તારીખ ૧૮ અને ૧૯ના રોજ કરી દેવામાં આવ્યું છે અને તેમણે પોતાના વિધાનસભા મત વિસ્તારના બીએલઓને આ સ્લીપ આપી દેતા વિતરણની કામગીરી શ કરી દેવામાં આવી છે.
ચૂંટણી તારીખ ૭ મેના રોજ યોજવાની છે પરંતુ મતદારોને તારીખ ૨ મેં સુધીમાં સ્લીપ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ અમે આઠથી દસ દિવસમાં સ્લીપનું વિતરણ પુ કરીશું પરંતુ આમ છતાં છેલ્લી ઘડીએ કોઈ પ્રશ્નો થાય તો તેને પહોંચી વળવા માટે તારીખ ૨ મે નો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. મતદાર સ્લીપમાં અત્યાર સુધી ગુગલ મેપ આપવામાં આવતો હતો. પરંતુ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ તેમાં પણ એક ડગલું આગળ વધીને ગૂગલ મેપ ઉપરાંત કયુઆર કોડ પણ આપ્યો છે. જેના આધારે મતદાર પોતાની, પોતાના મતદાન મથકની અને ચૂંટણી સંદર્ભે જરી એવી તમામ વિગતો આસાનીથી કયુઆર કોડ સ્કેન કરીને જોઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ચર્ચામાં રહેલી તુર્કીના રાષ્ટ્રપતિની પુત્રી સુમેય એર્દોગન કોણ છે?
May 17, 2025 04:35 PMમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PM૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech