લીમડાલેનમાં કુમારિકા ગરબી મંડળમાં નવરાત્રીમાં બાળાઓને લ્હાણી વિતરણ

  • October 28, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લીમડાલાઇન રાજપુતપરા શેરી નં. 3માં 75 વર્ષથી પ્રાચીન ગરબામાં આદ્ય શકિતની કૃપાથી બાળાઓ રાસ રમે છે. મંડળના પ્રમુખ ગીરધરલાલ કુરજીભાઇ અમલાણી, મંત્રી હસમુખભાઇ મજીઠીયા વર્ષોથી ગરબી મંડળમાં સ્વ ખર્ચે નિસ્વાર્થ સેવાઓ આપે છે.


બાળાઓને નવે નવ દિવસ જુદા જુદા ભકતો તરફથી લાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં વધુ લાણી વિતરણનું યોગદાન યોગરાજસિંહ, દિલીપસિ:હ ગોહિલ, હ. મયુરસિંહ સોઢા તરફથી ચાંદીની લગડી, હિરલ તન્ના (સોઢા) તરફથી દરેક બાળાઓને સોનાની બુટી સ્વ. નાથાભાઇ બચુભાઇ આહિર, હ. લતીશભાઇ આહિર તરફથી ચાંદીનો સિક્કો, પ્રફુલભાઇ ગજજર તરફથી સોનાની કાનની બુટી સુનીલભાઇ આશર (દુબઇ) તરફથી ચાંદીનો સિક્કો.


સાંસદ પુનમબેન માડમ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તરફથી દરેકડ બાળાઓને જુદી જુદી લાણી વિતરણ કરવામાં આવેલ. ગરબી મંડળના મુખ્ય દાતા યુનીતભાઇ દતાણી, નરેન્દ્રભાઇ ગોરધનભાઇ સોનેચા, (ભાગ્યોદય મેડીકલ) યોગેશભાઇ અઢીયા લાલવાણી, પરીવાર, વિમલભાઇ મદલાણી, હસમુખભાઇ પોપટલાલ મજીઠીયા મનીષભાઇ તન્ના,  મનોજભાઇ અમલાણી ૐ ભાઇ શાસ્ત્રી, સુનીભાઇ આશર, અશોકભાઇ ભટ્ટ (બીલીયન્ટ સ્કુલ) પરેશભાઇ તન્ના, વાયપી. જાડેજા, તેમજ ગોવિંદ વસ્તુ ભંડાર વાળા દીલીપભાઇ તરફથી ગરબી મંડળને આર્થિક સહયોગ આપવામાં આવેલ.


ગરબીના નવે નવ નોરતામાં બાળાઓને ચા-પાણી નાસ્તો બાળાઓની સંભાળ માઇક વ્યવસ્થા તેમજ ગરબી મંડળની બાળાઓને પ્રેકટીસમાં ગરબી મંડળના ઉપપ્રમુખ સુરેશભાઇ જોશી, જેન્તીભાઇ રાઠોડ, સહમંત્રી હેમેન્દ્ર હરસોરા, નીલેશભાઇ મજીઠીયા, ખજાનચી મનીષભાઇ તન્ના, મનોજ અમલાવણી સભ્યો અજયસિંહ જાડેજા મંડળના માનદ સલાહકાર કિશોરભાઇ પી. મજીઠીયા, (મંત્રી જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ) મુકેશભાઇ આહુજા, ચંદ્રવદન ત્રિવેદી, સભ્યોભુપેન્દ્રભાઇ પી. મજીઠીયા, અનિરુદ્ધસિંહ જાડેજા, હિતેશ સર, મનીષ સર પંકજ જોશી હર્ષ હરસોરા, હર્ષજોશી, ભાર્ગવ ત્રિવેદી હિરેન રાઠોડ, દિપ હરસોરા તુષાંગ ભટ્ટ, રામ રાઠોડ, મહાવીરસિંહ પરમાર દ્વારા સેવા આપવામાં આવેલ.


તેમજ નોમના દિવસે ઇશ્ર્વરવિવાહનું દિનેશભાઇ રાવલ, મીનાબેન મીસીસ તન્ના મીસીસ રાવલ દ્વારા ઇશ્ર્વર વિવાહ ભાવ ભકિત, શ્રદ્ધાથી ગવડાવી ઇશ્ર્વર વિવાહનું સુંદર આયોજન કરવામાં આવેલ તેમજ મા નવદુગર્નિા નવે નવ દિવસ પુજા પાઠ આરતી ભાવ ભકિત પુર્વક મુકેશ મહારાજ દ્વારા કરાવવામાં આવેલ. તેમજ માતાજીના ગરબા વાંજીત્રો સાથે લોક કલાકાર પ્રવિણભાઇ ગઢવી, પિયુષભાઇ ગોસાઇ દ્વારા સેવા આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application