ઘડી કંપની દ્વારા 750 શૈક્ષણિક કીટ, 22000 બુક્સનું વિતરણ
દ્વારકા નજીકના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી - મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન "શિક્ષણનો પ્રકાશ, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય" ની વિચારધારા સાથે 750 જેટલી શિક્ષણ કીટ અને 22,000 જેટલી નોટ બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીની સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે તાજેતરમાં જિલ્લાના કલ્યાણપુર બી.આર.સી. અંતર્ગતની શાળાઓ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં 750 શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન, પેન્સિલ, નોટબુક, રબ્બર, ઇરેઝર વગેરે શિક્ષણ ઉપયોગી ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત US- જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય- ગાંધીનગરના ઈલાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, બી.આર.સી. ભવનના અધિકારીઓ તથા શાળાઓના આચાર્ય દ્વારા કંપનીની આ સરાહનીય સેવા પ્રવૃત્તિ બદલ અભિનંદન આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખ છે કે આ સાથે આર.એસ.પી. એલ. ઘડી કંપની દ્વારા આ વિસ્તારની 40 થી વધુ શાળાઓમાં આશરે 22,000 જેટલી નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન સ્થાનિક અધિકારીઓ, આગેવાનો, શાળાના સંચાલકો તથા બાળકો અને વાલીઓ દ્વારા સામાજિક કાર્યોમાં સક્રિય રહીને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા બદલ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech