પોરબંદરમાં સુદામા જોળી રાશનકીટનું થયુ વિતરણ

  • August 22, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા સુદામા જોળી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
જન્માષ્ટમીના પાવન અવસર પર, રોટરી કલબ ઓફ પોરબંદરે એક મહત્વપૂર્ણ સેવાકાર્યનું આયોજન કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦ જ‚રિયાતમંદ પરિવારોને સુદામા જોળી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રોટરી કલબના પ્રમુખ દિવ્યેશ સોઢાએ ખાસ રજુઆત કરતાં જણાવ્યું કે, અમારો મુખ્ય હેતુ સમાજના જ‚રિયાતમંદ વર્ગને મદદ‚પ થવાનો છે, ખાસ કરીને તહેવારોના પ્રસંગે જયારે દરેક વ્યક્તિને ખુશીની જ‚ર હોય છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી કલબના તમામ સભ્યોએ વિશેષ પ્રયત્નો કર્યા, અને આ કામગીરીમાં શહેરના સેવાભાવી લોકોનું પણ અનમોલ યોગદાન રહ્યું.આ કાર્યક્રમ દ્વારા રોટરી કલબ ઓફ પોરબંદરે સમાજમાં સંવેદનશીલતા અને સમાનતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કડી પુરી પાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application