પોરબંદર જિલ્લામાં અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું થયુ વિતરણ

  • September 07, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં અતિ ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા પંચાયતનું તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે. જિલ્લા પંચાયત હસ્તક આયુર્વેદ શાખાના વિવિધ આયુષ દવાખાનાઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષાઋતુમાં ઋતુજન્ય રોગચાળાના પ્રતિરોધ માટે લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ દવાખાનામાં ગ્રામજનો માટે રોગપ્રતિકાર અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લઈ રહ્યા છે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application