બગસરા નગરપાલિકા ૨૦૨૨માં નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લારીઓ હટાવાના ઠરાવના પગલે બે વર્ષ બાદ ચીફ ઓફિસર બગસરા શાક માર્કેટમાં દિવાળી સમયે નાના નાના લારી ગલ્લ ાવાળા વેપારીઓને હેરાન કરવા નીકળ્યા છે. હાલ નગરપાલિકાને મોટી મોટી મિલકતો ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠા છે તે નજર નથી આવતું ત્યારે નાના નાના વેપારીઓને હેરાન કરી પોતાની રોજી રોટી રળતા હોય રોજે રોજનું લઈને ટકે ટકનું ખાતા હોય તેવા લોકોને જોહત્પકમી કરી તેના કર્મચારીઓ અને ચીફ ઓફિસર શાક માર્કેટમાં નીકળી લારી રાખવી હોય તો બસ્સોની પાવતી આપો તો મને કાંઈ દબાણ નડતું નથી. આવી રીતે ખોટી રીતે હેરાન કરવા નીકળી પડયા છે. આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્રારા ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરેલ પરંતુ ચીફ ઓફિસરએ કહ્યું હતું કે હત્પં તો એ કરીશ જ મારે આખું ગામ ચોખ્ખું કરાવવું છે પરંતુ ચીફ ઓફિસરને જાગૃત નાગરિક દ્રારા એવો પણ પ્રશ્ન કરવામાં આવે છે કે મોટા મોટા બંગલા અને મોટા મોટા ગેરકાયદેસર દબાણ કરેલા જેમાં રાજકારણીના દબાણ છે તે તમારામાં દૂર કરવાની તાકાત છે કે તમો ખાલી નાના માણસોને દબાવવા જ નીકળ્યા છો.
બગસરા પંથકમાં અતિવૃષ્ટ્રિ વરસાદ પડવાથી ભયંકર પરિસ્થિતિનો સામનો વેપારીઓ તથા નાના લારીઓ વાળા કરી રહ્યા છે અને બગસરાની બજારમાં અમુક વેપારીઓને લારીવાળાને બોણી પણ નથી થતી. બજારોમાં દિવાળી ટાઈમ હોવા છતાં ઉડ જોવા મળે છે ત્યારે આ ચીફ ઓફિસરને તો પહેલી તારીખ આવે એટલે પગાર ખાતામાં પડી જતો હોય એટલે નાના માણસોના ચૂલો સળગે છે કે કેમ તેને શું ખબર હોય. તેને તો માત્ર જોહત્પકમી જ કરવી હોય હાલ બગસરા શાક માર્કેટમાં લારીઓવાળાને તમામ શાકભાજી વેચાતું નથી અને પડું રહ્યું છે તથા ફ્રત્પટવાળાને પણ બધું ફ્રટ પડું રહે છે તેમજ ઠંડા પીણા દૂધ કોલ્ડીંગવાળાને પણ માલ બગડો છે. ત્યારે નગરપાલિકાનું આ પગલું પેટ ઉપર પાટું મારવા દેવા સમાન ગણાઇ રહ્યું છે.
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ દ્રારા શાક માર્કેટમાં ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરેલ તેમણે કહ્યું હતું કે આ નાના માણસો માટે આવું ન કરો તો સાં તેને થોડોક ટાઈમ આપો અને તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. જેથી ચીફ ઓફિસરે તે બાબતે નનૈયો કર્યેા બગસરાની બજારમાં અનેક લોકો મોટા મોટા બંગલાવાળા છે તે વેરા નથી ભરતા અને આજદિન સુધી તેનું નગરપાલિકાએ કશું કરી શકી નથી. નાના લારીઓવાળા પાસેથી કુલ ૭,૫૦૦નો દડં વસૂલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લોકોએ જેને નગરપાલિકાના સભ્ય તરીકે સિલેકટ કરેલ છે અને ખોબલે ખાબલે મત આપ્યા છે તેવા નગરપાલિકાના સભ્યો લોકોના પ્રશ્નોને સાંભળવા કે હલ કરવા કે પૂછવા આવ્યા ન હતા. આવા સ્વાર્થી નગરપાલિકાના સભ્યોને પ્રજાએે હવે ઓળખી લેવું જોઈએ કે યારે મત જોતા હોય ત્યારે તેની આગળ પાછળ ફરે રાખે છે અને ઘરે રિક્ષા મોકલે છે ત્યારે રોજીરોટી ઉપર નગરપાલિકા પાટુ મારે છે ત્યારે આ સભ્યો કઈ ગુફામાં જઈને બેઠા હોય છે તેઓ સવાલ બગસરાનાના જાગૃત મતદારો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech