વડાલથી બામણ ગામ જતા ગાડા માર્ગના રસ્તે પીજીવીસીએલ દ્વારા નડતરરૂપ વીજપોલ ઉભા કરાતા ખેડૂતોને વાહનો ચલાવવામાં પડતી મુશ્કેલી મામલે વીજ પોલ દૂર કરવાની માંગ સાથે ખેડૂતોએ પીજીવીસીએલ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી હતી અને ખેડૂતોની માંગ નો ઉકેલ નહીં આવે તો કોર્ટ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.
વડાલ થી બામણ ગામ જતા જુના ગ્રામ્ય ગાડા માર્ગ પર વડાલ ગામના ૬૦ થી ૭૦ અને બામણ ગામના ૧૫ મળી ૭૫ ખેડૂતોની ૩૦૦ વીઘા થી વધુ જમીન આવેલી છે. ખેતીની જમીન હોવાથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર ,ગાડા, મોટર સાયકલ જેસીબી, કટર સહિતના વાહનો લઇ આવન જાવન રહે છે. ત્યારે ગ્રામ્ય માર્ગ પર ઔદ્યોગિક કનેક્શન આપવા પીજીવીસીએલ રૂરલ ડિવિઝન દ્વારા જમીનમાં પોલ ઊભા કરવા પ્રયત્ન કરેલ તે સમયે ખેડૂતોએ વાંધા અરજી રજૂ કરતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલ દ્વારા વાહનો ચલાવવામાં નડતરરૂપ થાય તેવી રીતે જમીનો પર વીજપોલ ઉભા કરવામાં આવતા ખેડૂતોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech