જૂનાગઢમાં શહેરની મધ્યમાં આવેલ માંગનાથ રોડ પર મહાનગરપાલિકા દ્રારા પાણીની લાઈન નાખવા રસ્તાઓ તોડવામાં આવ્યા છે.આડેધડ ભાંગફડના કારણે પ્રથમથી જ વેપારીઓની નારાજગી હતી. ત્યારે ગઈકાલે વરસાદ વચ્ચે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા માલને નુકસાન થયું હતું. કમાન પાસે અંદાજિત ૧૦૦ વર્ષ જુના હનુમાનજીના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા.જેથી ભાવિકોમાં પણ નારાજગી છવાઈ હતી.પાણીની લાઈન નાખવાની કામગીરી માટે રસ્તામાં ભાંગફોડ કરવામાં આવી છે .અને રસ્તા ઐંડા કરવામાં આવ્યા છે.જેથી અવરજવર માટે પણ મુશ્કેલી થઈ રહી છે.ગઈકાલે માંગનાથ રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષના અંડર ગ્રાઉન્ડમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીના માલ પલળી ગયા હતા.મોટર દ્રારા પાણીનો નિકાલ કરવા કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર બજારના રસ્તાને તોડી નાખ્યા છે. વેપારીઓ દ્રારા વિરોધ વ્યકત કરતા એ સમયે તાત્કાલિક રસ્તો સમારકામ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી. પરંતુ હજુ રસ્તો બનાવવાની કામગીરી ન કરતા વેપારીઓમાં નારાજગી છવાઈ છે. તંત્રના કારણે વેપારીઓને નુકસાની થઈ હોવાનો પણ વસવસો વ્યકત કરવામાં આવ્યો હતો.વેપારીઓના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદ ત્યારબાદ રસ્તામાં ભાંગફોડથી મંદીના કારણે વેપારીઓની કમર તૂટી છે ત્યાં ગઈકાલે વરસાદ વચ્ચે પાણીની રેલમછેલમથી વેપારીઓમાં નારાજગી છવાઈ છે. માંગનાથ રોડ કલોથ એન્ડ રેડીમેટ એસોસિએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના દ્રારા તંત્રને જાગૃત થવા અને વેપારીઓને બિનજરી કનડગત ન કરવા માંગ કરી હતી.
તો આ ઉપરાંત માંગનાથ રોડ પર પાણીની લાઈન નાખવા રસ્તાઓ તોડવાની કામગીરી દરમિયાન ગટર જામ થઈ છે અને બોરમાં ગંદા પાણી ઘૂસી જતા દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે. મહિલાઓ દ્રારા પણ તંત્રની અણધડ કામગીરી સામે નારાજગી વ્યકત કરી હતી. સમગ્ર વિસ્તારમાં ઘરે–ઘરે માંદગી જોવા મળે છે. તંત્રને યોગ્ય કરવા માંગ કરી હતી
રવિવારે પણ સાડીની દુકાનમાં પાણી ઘૂસ્યા હતા
માંગનાથ રોડ પર પાણીની લાઈન નાખવા રસ્તાઓ તોડવામાં આવ્યા છે ત્યારે હયાત પાણીની લાઈન તૂટી જતા રવિવારે લાઈન માંથી પાણીનો ફુવારો વછૂટીયો હતો અને સામે જ આવેલી દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીની સાડીઓ પણ પલળી ગઈ હતી. જોકે આ મામલે વેપારીએ રજૂઆત કરવાનું ટાળ્યું હતું. પરંતુ રસ્તાઓ તોડવાથી એક બાદ એક વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઠ્ઠીભર તત્વોના કારણે શાંતિ, સલામતી જોખમાય તે યોગ્ય નથી: વિકાસ સહાય
March 21, 2025 03:32 PMબીએસએનલએના મહિલા કર્મી સાથે ૫૫ લાખના ઓનલાઇન ફ્રોડમાં બે ઝડપાયા
March 21, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech