ગુજરાત સરકારના બજેટ સત્ર પછી વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વર્તમાન સરકારના મંત્રીમંડળમાં આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહે વિસ્તરણ થાય તેવા સંકેત મળી રહ્યા છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ વર્તમાન મંત્રી મંડળના સાતથી આઠ મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે.
મોટાભાગના મંત્રીઓની કામ કરવાની પદ્ધતિ અંગે ઉપર સુધી ફરિયાદ ગઈ
હાલમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટમાં કુલ 9 મંત્રી છે. જ્યારે રાજ્યકક્ષાના 8 મંત્રીઓ સહિત મંત્રીમંડળનું કદ 17નું છે. જો કે, મુખ્યમંત્રી ધારે તો મંત્રીમંડળની ક્ષમતા 27 સુધી લઈ જઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ 2022માં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ હજુ સુધી એકપણ વિસ્તરણ કે અન્ય કોઈ ફેરફાર થયા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું આ પ્રથમ વિસ્તરણ હશે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, દિલ્હીનું ભાજપ હાઈકમાન્ડ હાલની સરકારની કામગીરીથી ખુશ નથી. મોટાભાગના મંત્રીઓની કામ કરવાની પદ્ધતિ અંગે ઉપર સુધી ફરિયાદ ગઈ છે.
કોંગ્રેસ હાલની સ્થિતિએ તો ભાજપને પડકારી શકે તેવી શક્યતા નહીંવત
મંત્રીઓના અધકચરા જ્ઞાનના બે પરિણામે વહીવટી પક્કડ સરકારની ઢીલી થઈ રહી છે તો પ્રજાના કેટલાક કામો નિર્ધારિત દિશામાં ચાલવાના બદલે ખોરંભે ચડી ગયા છે. સામાન્ય નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. સરકારની લાભદાયી સ્કીમ હોવા છતાં તેનું અમલીકરણ અને પ્રચાર કરી શકાતો નથી કે લોકો સુધી તેના લાભો પહોંચાડી શકતા નથી. આગામી વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે. સરકાર પાસે હજુ અઢી વર્ષથી વધુનો સમય બાકી છે. ભાજપ પાસે 161 જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. કોંગ્રેસ હાલની સ્થિતિએ તો ભાજપને પડકારી શકે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.
નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય કોઈ જ છૂટકો નથી
કોંગ્રેસ હાલની સ્થિતિએ તો ભાજપને પડકારી શકે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. આગામી ચૂંટણીમાં પણ મોદી કે ભાજપને પડકાર આપી શકે એવી કોઈ જ ક્ષમતા કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષમાં કે નેતાઓમાં દેખાતી નથી. તેમ છતાં દિલ્હીના નેતાઓ કોઈ જોખમ લેવા માંગતા નથી. મંત્રીઓની સતત નબળી કામગીરી અને અણઆવડતને લઈને સમાજમાં સરકારની છબી સતત ખરડાઇ રહી છે. ચૂંટણી પહેલાં સરકારની ઈમેજ સુધારવી હોય તો નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય કોઈ જ છૂટકો નથી તેમ સિનિયર નેતાઓ માની રહ્યા છે. આથી આગામી એપ્રિલ મહિનામાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ભણેલા-ગણેલા યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી શક્યતા
જો એપ્રિલમાં અથવા તો હવે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો હાલના 17માંથી 8થી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. જેમાં ત્રણથી વધુ કેબિનેટ મંત્રીઓની પણ યાદી છે. તેની જગ્યાએ સારી ઇમેજ ધરાવતા ભણેલા-ગણેલા યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી શક્યતા છે. જેથી સમાજમાં પણ સારો મેસેજ જાય અને વહીવટી કામગીરી પણ સુચારૂ રીતે ચાલી શકે. સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળના વિસ્તરણની કાર્યવાહી ઝડપથી આગળ વધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech