ગીરસોમનાથ જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોર્ટ વિસ્તાર, મત્સ્યોધોગ વિભાગ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ફડ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટ માલિકો, બોટ એસોસિએશન, જી.આઈ.ડી.સી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વિવિધ વ્યવસ્થાઓ મુદ્દે એક બેઠક યોજાઈ હતી.
કલેકટરએ સંલ વિભાગ પાસેથી બંદરના એન્ટ્રી અને એકિઝટ સુવ્યવસ્થિત કરવા વિષયક, બોટ બિલ્ડીંગ યાર્ડ, બોટ પાકિગ, નેટ મેકિંગ અને દુકાનો માટે અલગ અલગ જગ્યા ફાળવવી અને આઇડલ બોટ માટે અલગ પાકિગની વ્યવસ્થા, જર્જરિત પુલના વૈકલ્પિક રસ્તા, રણબારા, ફિંગરજેટી સહિતની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
કલેકટર સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી આઈસ ફેકટરીને લગતા મુદ્દાઓ, એમોનિયા ગેસનું પરિવહન, કોલ્ડ સ્ટોરેજ વગેરેના ક્રાઈટેરિયા સહિત ખાવાલાયક બરફ અંગે ફડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો, રજિસ્ટ્રેશન અને લાઈસન્સ, બરફ સંયત્રની મજૂરી માટેની સામાન્ય આવશ્યકતાઓ (સ્વતંત્રઅલગ) બરફના નિકાસ માટે મત્સ્યઉત્પાદનોની પ્રક્રિયા માટે માન્ય સવલતો વગેરે મુદ્દાઓ રજૂ કરાયા હતાં.
બોટની કામગીરી સાથે જોડાયેલા આગેવાનોએ કલેકટર સમક્ષ બંદર અને બોટને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેનો ત્વરિત નિકાલ કરવા કલેકટર એ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટર એ પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈસ ફેકટરી, કોલ્ડ સ્ટોરેજ વિષયક બાબતો અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં અને સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓનું અચૂક પાલન થાય તેવી સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મત્સ્યોધોગ વિભાગના અધિકારીઓ, જી.આઇ.ડી.સી એસોસિએશન પ્રમુખ, બોટ એસોસિએશન પ્રમુખ, બોટ તથા હોડીના માલિકો, ખારવા સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech