માણાવદરની લોહાણા મહાજન વાડી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય: નગરપાલિકાના પાપે લોકો ત્રાહિમામ
માણાવદરની લોહાણા મહાજન વાડી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય: નગરપાલિકાના પાપે લોકો ત્રાહિમામ
May 30, 2026 11:16 AM
માણાવદર શહેરના લોહાણા મહાજન વાડી વિસ્તારમાં હાલ ગંદકી અને વહીવટી નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. આ વિસ્તારમાં ચારેય તરફ ગંદકીના ગજં ખડકાયા છે, જેને પગલે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોમાં પાલિકા તત્રં સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. ગટરના ગંદા અને દુગધયુકત પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ફરજિયાતપણે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યતં જોખમી સાબિત થઈ શકે છે.વિસ્તારના રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. આમ છતાં, છેલ્લા ત્રણ–ચાર દિવસથી આ વિસ્તારમાં એક પણ સફાઈ કામદાર ફરકયો નથી. તંત્રની આ આળસુ નીતિને કારણે ગંદકીની સમસ્યા વધુ વિકરાળ બની છે...