બચ્ચનની સામે માધુરીને ડાયરેક્ટરે કહ્યું બ્લાઉઝ ઉતારો

  • April 12, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધુરી દીક્ષિત બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ રહી ચૂકી છે. 80 અને 90ના દાયકામાં તેણે કેટલીય શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને હિટ ફિલ્મો આપી. પણ એક એવી પણ ફિલ્મ હતી, જેના ડાયરેક્ટરે એક્ટ્રેસને આ ફિલ્મમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનના કહેવા છતાં પણ આ ડાયરેક્ટરે કોઈની વાત સાંભળી નહીં અને માધુરીને સ્પષ્ટ કહી દીધું કે, "કાં તો આ સીન કરો અથવા ફિલ્મ છોડી દો.

આ કિસ્સો 1989નો છે. તે જમાનામાં ટીનુ આનંદે 'શનાખ્ત' નામની ફિલ્મના લીડ રોલમાં બિગ બી અને માધુરી દીક્ષિતને પસંદ કર્યા હતા. તે 'કાલિયા' અને 'શહેનશાહ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂક્યા હતા. આ સાથે તેમની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમની માધુરી દીક્ષિત સાથે તૂ-તૂ મૈં-મૈં થઈ ગઈ હતી. બંને વચ્ચે મામલો એટલો ખરાબ થઈ ગયો કે, તેમણે માધુરીને લગભગ ફિલ્મમાં કાઢી મૂકી હતી.

ટીનુ આનંદે આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેમણે આ સીનને યાદ કર્યો, જેમાં અમિતાભ બચ્ચન સાંકળોથી બંધાયેલા હોય છે. તેઓ માધુરીને બચાવવાની કોશિશ કરી રહ્યા હોય છે, પણ ગુંડા તેમના પર હાવી થઈ જાય છે. ત્યારે આવા સમયે માધુરીને વચ્ચે આવવાનું હતું અને કહેવાનું હતું કે, "જંજીરો મેં બંધે અકેલે આદમી પર ક્યા હમલા કરના, જબ ઉનકે સામને એક ઓરત ખડી હૈ.

ટીનુએ દાવો કર્યો હતો કે તેમણે માધુરીને ફિલ્મ સાઈન કરતા પહેલા જ આખો સીન સમજાવી દીધો હતો. તેમણે કહ્યું કે, "મેં માધુરીને કહ્યું હતું કે, તમારે પહેલી વાર બ્લાઉઝ ઉતારવાનું છે. અમે આપને બ્રામાં દેખાડીશું અને હું ઘાસનો ઢગલો અથવા કોઈ પણ વસ્તુની પાછળ કંઈ પણ છુપાવીશ નહીં. કારણ કે તમે એ માણસની મદદ કરવા માટે ખુદને રજૂ કરી રહ્યા છો, જે આપની મદદ કરવાની કોશિશ કરી રહ્યો છે. એટલા માટે આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થિતિ છે અને હું તેને પહેલા જ દિવસે શૂટ કરવા માગું છું," તે આ સીન માટે સહમત હતી.

પછી ટીનુએ જણાવ્યું કે શૂટિંગના પહેલા દિવસે જ્યારે આ સીન શૂટ કરવાનો હતો, માધુરીએ સીન કરવાની ના પાડી દીધી હતી. "મેં પૂછ્યું શું થયું, તો તેણે કહ્યું કે ટીનુ, હું આ સીન નથી કરવા માગતી. મેં કહ્યું, મને માફ કરજો પણ તમારે આ સીન કરવો પડશે. તેમણે કહ્યું કે, નહીં, હું આ નથી કરવા માગતી," જવાબમાં મેં કહ્યું- "ઠીક છે, પેકઅપ કરો, ફિલ્મને અલવિદા કહો, હું મારુ શૂટિંગ રદ કરી દઈશ."

બાદમાં અમિતાભ બચ્ચને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી, તેમણે કહ્યું કે, "રહેવા દો, તમે તેની સાથે દલીલો કેમ કરો છો? જો તેમને કોઈ વાંધો હોય તો..." મેં કહ્યુ, "જો તેમને વાંધો હોય તો તેમને આ ફિલ્મ સાઈન કરતા પહેલા જ ના પાડી દેવી જોઈએ.

જો કે, બાદમાં માધુરીના સેક્રેટરી આવ્યા અને ટીનુને કહ્યું કે, "માધુરી આ સીન કરવા માટે તૈયાર છે.અને શુટિંગ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application