પડવેથી પહેલું માનું નોરતું જીરે...એવા બીજા તણા ઉપવાસ રે.. માત અંબે ગરબે રમો જીરે...આદ્યશક્તિ માં અંબાની ભક્તિના નવ દિવસના મહાપર્વ નવરાત્રીનો શુભ આરંભ થવાની સાથે આજે માતાજીનું બીજું નોરતું છે. માઈ ભક્તો માતાજીનું પુજન-અર્ચન, ધુપ,દિપ કરી કાલાવાલા કરી રહયાં છે. તો શેરી,ગલીએ યોજાતી ગરબીઓની સાથે પ્રાચિન-અર્વિચિન રાસોત્સવની પણ રંગત જામી છે. ત્યારે આ ઉત્સાહ અને ઉન્માદમાં રંગીલા રાજકોટીયન્સ થોડા પાછળ પડે ? નવરાત્રીના પ્રથમ દિવસે જ આજકાલ અખબાર આયોજીત આજકાલ ગરબા-ર0ર4માં ખેલૈયાઓનો ઉમંગ,ઉત્સાહ અને ઉન્માદ નાનામવા ચોક ગ્રાઉન્ડમાં છલકાયો હતો.
આજકાલ ગરબાની પરંપરા મુજબ માતાજીની દૈદીપ્યમાન મુર્તિની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપ્ના કરવામાં આવી હતી અને ગરબા શરૂ થાય એ પહેલા આજકાલના આમંત્રણને માન આપી પધારેલા માનવંતા મહેમાનોના હસ્તે માતાજીની મહાઆરતી કયર્િ બાદ અતુલ દોશી અને વિશાલ દોશી પ્રિસેન્ટ ક્લાસિક ઇવેન્ટના સથવારે દેશી ઢોલનો ધબકાર અને ધમાકેદાર ઓરકેસ્ટ્રાના તાલે મુંબઈ-સૌરાષ્ટ્રના દમદાર સિંગરો સોમાલી રોય, દેવાંશી ચાંગેલા, દિપકરાજ ચાવડા, આશિષ કુમારએ વાગે વાગે ત્રાંબાળુને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોલ માતાજીની ચરજ સાથે રાસોત્સવની શરૂઆત કરતા નાના મવા ગ્રાઉન્ડમાં ઓબહુબ પિરધાન સાથે ખેલૈયાઓ થીરકી ઉઠયા હતાં. જે બાદ એક પછી એક રૂડે ગરબે રમે છે માત અંબિકા રે...કાનુડો માગ્યો દે ને યશોદા મૈયા મોહન માંગ્યો દે, આજની રાત અમે રંગ ભર રમશું, ઝાંઝરીયું ઝમક ઝમક થાય...મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય... જેવા એકથી ચડિયાતા ગીત-રાસડા,ટીટોડોની રમઝટ વચ્ચે ખેલૈયાઓનું જોમ આકાશે આંબતું જોવા મળી રહયું હતું.તો અંતમાં પ્રથમ દિવસે જ વેલ ડ્રેસ, વેલ ગરબામાં વિજેતા સિનિયર-જુનિયર અને કિડસ ખેલૈયાઓને ઈનામો આપી નવાજવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત સૌ કોઈએ આજકાલ ગરબાના આયોજનને શહેરનું સર્વશ્રેષ્ઠ આયોજન ગણાવ્યું હતું. ત્યારે આજે બીજા નોરતે રાસની રમઝટ બોલાવવા માટે ખેલૈયાઓ તલપાપડ બની રહયાં છે.
લાખો લોકોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું
આજકાલ ગરબા 2024નું લાઈવ પ્રસારણ આજકાલ ડેઇલીના ફેસબુક પેજની સાથે સીટી ન્યુઝ, ઝી-24 કલાક ગુજરાતી ચેનલના માધ્યમથી લાખો લોકોએ ઘરબેઠા નિહાળ્યું હતું.
શુભ કાર્યેષુ સર્વદા: માનવંતા મહેમાનોએ માતાજીની કરી આરતી
આજકાલ અખબાર સામાજિક દાયિત્વને નિભાવવામાં અગ્રેસર છે એ જ રીતે દાયકાથી વધુના સમયથી આજકાલ ગરબામાં પરંપરાને પણ જાળવી રાખી છે. રાસોત્સવ પુર્વે આજકાલના આંગણે પધારેલામહેમાનોનું આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, એમડી ચંદ્રેશભાઈ જેઠાણી,મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી તથા ગૃપ એડિટર કાનાભાઈ બાંટવાએ સ્વાગત ર્ક્યું હતું. સર્વે મહાનુભાવો સાંસદ પરસોતમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડે.મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, સ્ટેડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, લીલુબેન જાદવ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એમ.જે.સોલંકી, પારિશભાઈ જોશી સહિતનાએ આરતી કરી ધન્યતા અનુભવી હતી અને રાસોત્સવને માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMદિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ, મુંબઈમાં આ તારીખે છે કોન્સર્ટ
November 23, 2024 04:04 PMચોરાઉ બાઈક સાથે કાથરોટાના શખસને પકડી પાડતી પોલીસ
November 23, 2024 04:02 PMરૂા.૭ લાખના ચેક રિટર્નના બે કેસમાં મહિલાને એક એક વર્ષની જેલ સજા
November 23, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech