BREAKING NEWS

માણાવદરમાં ડીઝલની અછત, ખેડૂતો પરેશાન: પેટ્રોલ પંપો પર લાંબી કતારો

  • May 23, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર તાલુકામાં વાવણીના સમયમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કૃષિ કાર્ય માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ધરતીપુત્રોમાં તત્રં સામે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં માણાવદરના પેટ્રોલ પંપો પર સવારના ૫ વાગ્યાથી જ ખેડૂતો પોતાના ટ્રેકટરો લઈને લાઈનમાં ઊભા રહે છે. બપોરના ૧૨ વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં કલાકો સુધી રાહ જોયા બાદ તેમને માંડ થોડું ડીઝલ મળે છે અથવા ખાલી હાથે પરત ફરવું પડે છે.પેટ્રોલ પંપની બહાર ૧ થી ૨ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે ડીઝલની અછતની ગંભીરતા દર્શાવે છે. વાવણીના આ કિંમતી દિવસોમાં ડીઝલ ન મળવાને કારણે ટ્રેકટરો થંભી ગયા છે, જેના લીધે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોની માંગ છે કે જો આગામી દિવસોમાં પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો વાવણીનો સમય ચૂકી જવાય તેવી ભીતિ છે. તત્રં આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application