જામનગરમાં શેરબજારની જેમ હેર માર્કેટ પણ વધી રહ્યું છે, ખરતા વાળ 22 હજાર રુપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે : વાળ લાંબા હોવા જોઈએ : વાળ 22 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે : જથ્થાબંધ વેપારી રાજકોટમાં છે
જે રીતે શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ થાય છે. દરરોજ શેરની કિંમત તેની માંગ અને પુરવઠા અનુસાર વધે છે અથવા ઘટે છે, તે જ રીતે હેર માર્કેટમાં માથા પર ઉગેલા વાળ ખરીદાય છે અને વેચાય છે. તેની કિંમતો પણ તેની માંગ અને પુરવઠા અનુસાર દરરોજ ઉપર અને નીચે જાય છે.
શું તમે જાણો છો કે માથા પરથી ખરતા વાળ માટે કરોડો રૂપિયાનું માર્કેટ છે? વાળ પણ ખરીદાય છે અને વેચાય છે. માત્ર ચોક્કસ પ્રકારના વાળ જ ખરીદાય છે અને વેચાય છે. તેની કિંમતો દરરોજ વધે છે અને થાય છે. જામનગરમાં પણ લોકો વાળ વેચીને સારી એવી કમાણી કરી રહ્યા છે.
જો તમે નોંધ્યું હોય, તો તમારા ઘરની બહાર કેટલીક વાર વાળ ખરીદવા માટે ફેરીયાઓ આવતા હોય છે ! આ એ જ લોકો છે જે ઘરની મહિલાઓ પાસેથી વાળ ખરીદીને રોજના 500 થી 700 રૂપિયા કમાય છે. સ્ત્રીઓના વાળ સામાન્ય રીતે લાંબા હોય છે, તેથી સ્ત્રીઓના વાળ મોટાભાગે ખરીદાય છે અને વેચાય છે. પરંતુ જો પુરૂષોના વાળ ચોક્કસ લંબાઈના હોય તો તેની ખરીદી અને વેચાણ પણ થાય છે.
હાલ છૂટક બજારમાં વાળનો ભાવ 7 થી 8 હજાર રુપિયા પ્રતિ કિલો છે. જથ્થાબંધ બજારમાંથી અંતિમ બજારમાં પહોંચે ત્યાં સુધીમાં તે 22 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ફેરીયાઓ સોદાબાજી કરીને આ વાળ મહિલાઓ પાસેથી શક્ય તેટલા સસ્તા ભાવે ખરીદે છે અને પછી તેને એકત્રિત કરીને હોલસેલરોને વેચે છે. આ હોલસેલર વેપારીઓ પછી તેમને જથ્થાબંધ રીતે એકત્રિત કરે છે અને અંતે તેમને મોટી કંપનીઓને વેચે છે જેઓ તેમના વિગ બનાવે છે. આ વાળ જેટલા લાંબા હોય છે, તેટલી વધુ કિંમતમાં વહેંચાય છે.
જામનગરમાં 18 જેટલા લોકો એવા છે કે જેઓ ઘરે-ઘરે વાળ ખરીદીને પછી હોલસેલરને વેચે છે, તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે અને પુરૂષો ઓછા છે. આ ફેરિયાઓ ઘરે ઘરે જઈને એક દિવસમાં લગભગ 200 થી 250 ગ્રામ વાળ ખરીદે છે. વાળ ખરીદનારા હોલસેલરો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં છે. જે વાળને ક્યારેય કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી કે તેમાં કોઈ કેમિકલ લગાવવામાં આવ્યું નથી, આવા વાળની સૌથી વધુ માંગ છે.
હેર માર્કેટનું પોતાનું બહુ મોટું માર્કેટ છે. આ માર્કેટની ખાસિયત છે.. આમાં કાતર કે કટર વડે કપાયેલા વાળની ખરીદી કરીને વેચાણ કરવામાં આવતું નથી, પરંતુ માથા પરથી ખરી ગયેલા કે તૂટી ગયેલા વાળની જ ખરીદી આ બજારમાં થાય છે. આ માર્કેટ વિશે ઘણા લોકો જાણતા ન હોવાને કારણે, તેમાં ખૂબ જ ઓછી સ્પધર્િ છે અને નફાનું માર્જિન ખૂબ જ ઊંચું છે, તેથી જ જામનગરમાં વાળની ખરીદી-વેચાણ વધુ ન હોવા છતાં, દરરોજ અનેક વ્યક્તિ છૂટક વેચાણમાં તેની ખરીદી કરે છે અને પછી જથ્થાબંધ વેપારીઓને વેચીને તે સરળતાથી દરરોજ 500 થી 700 રૂપિયા કમાઈ શકે છે. આમાં થયેલો નફો પણ તેની દૈનિક કિંમત પર નિર્ભર કરે છે, જે વધતી-ઘટતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech