ટીમ ઇન્ડિયાની જીત પાછળ રોહિત શર્માના ‘ટોટકા’એ કામ કર્યું કે શું? જુઓ વિડીયો

  • September 23, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ટીમે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે શાનદાર જીત નોંધાવી હતી. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે લગભગ એકતરફી 280 રનથી મેચ જીતી લીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેચમાં હિટ રહ્યા હતા તો કેટલાક ફ્લોપ પણ રહ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ ખેલાડીઓમાં સામેલ હતા પરંતુ એ પણ જાણવા જેવું છે કે મેચ દરમિયાન ભારતીય કેપ્ટને કેવી યુક્તિ અપનાવી હતી.


રોહિત શર્મા ચેન્નાઈ ટેસ્ટમાં બેટથી સારું પ્રદર્શન ન કરી શક્યો પરંતુ તે ટોટકા કરવામાં પાછળ ન રહ્યો. મેચ દરમિયાન ભારતીય કેપ્ટન સ્ટમ્પના બેલ બદલતા જોવા મળ્યા હતા. જેને એક પ્રકારે ટોટકા કહી શકાય છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાયેલી ટેસ્ટમાં વિરાટ કોહલી પણ કંઈક આવું જ કરતો જોવા મળ્યો હતો.






રોહિતનો ટોટકા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા સ્ટમ્પની નજીક જાય છે અને તેના પર મૂકેલી બેઈલની જગ્યા બદલી નાખે છે. આ કર્યા પછી ભારતીય કેપ્ટન ત્યાંથી ખસી જાય છે અને સ્લિપમાં ફિલ્ડિંગ માટે ઉભો રહે છે.



રોહિત બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો


બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા બેટથી સંપૂર્ણ ફ્લોપ દેખાયો હતો. મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય કેપ્ટન માત્ર 06 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ બીજી ઈનિંગમાં તેને માત્ર 05 જ રન બનાવ્યા હતા.


બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમાશે


નોંધનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે, જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટ માટે BCCI એ એ જ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો જેમણે ચેન્નાઈ ટેસ્ટ જીતી હતી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કાનપુર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application