BREAKING NEWS

શું કંગના રનૌતે ગુપચુપ લગ્ન કરી લીધા? મંગળસૂત્ર વાળા વાયરલ લુક પર એક્ટ્રેસે તોડ્યું મૌન

  • May 25, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌતનો એક નવો લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગળામાં મંગળસૂત્ર, માથા પર બિંદી અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી જોવા મળી છે. આ તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ ચાહકો અને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઇન્ટરનેટ પર એવી અફવાઓ શરૂ થઈ ગઈ છે કે એક્ટ્રેસે કોઈને કહ્યા વગર ગુપચુપ લગ્ન કરી લીધા છે?


સતત વધી રહેલી ચર્ચાઓ વચ્ચે કંગના રનૌતે પોતે જ આ વાયરલ લુક પાછળનું અસલી સત્ય જાહેર કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો અંત લાવતા કંગના રનૌતે પોતાની અધિકૃત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પષ્ટતા કરી છે. 



કંગનાએ જણાવ્યું કે તે મુંબઈમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં કાર્યરત છે. આ લુક તેની ફિલ્મની વાર્તા અને પાત્ર નો એક ભાગ છે.અફવાઓ પર રમુજી અંદાજમાં કંગનાએ લખ્યું, અભિનેતાઓ દરેક પ્રકારના રોલ કરતા હોય છે. પણ હું વચન આપું છું કે હું ક્યારેય ગુપચુપ કે ચોરી છૂપીથી લગ્ન નહીં કરું.


વાયરલ ફોટોગ્રાફ બાદ સવારથી જ તેને નજીકના લોકો અને મીડિયા તરફથી સતત ફોન આવી રહ્યા હોવાની વાત પણ તેણે સ્વીકારી હતી,કંગનાનો આ પરિણીત મહિલા વાળો લુક તેની સુપરહિટ ફિલ્મ 'ક્વીન' સિક્વલ તેના અન્ય કોઈ આગામી મોટા પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન લીક થયો હતો.રાજકારણ અને ફિલ્મી દુનિયા બંનેમાં સક્રિય કંગના રનૌતે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ તે પોતાના જીવનનો આ મોટો નિર્ણય લેશે જરૂર જાહેર જાણતા કહીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application