વિશ્ર્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, તેવામાં ડાયાબિટીસ વ્યકિતને ગંભીર સમસ્યાઓ થવાની શકયતામાં ખૂબ વધારો થાય છે.
ડબલ્યુએચઓ પ્રમાણે, ૧૯૯૦ સુધી વિશ્વમાં ફકત ૭% લોકો ડાયાબિટીસથી પીડિત હતા અને ફકત ૨૦ વર્ષના ટૂંકા ગાળામાં તે સંખ્યામાં ૧૪% નો વધારો થયો છે. ૨૦૨૧ સુધી વિશ્વમાં ફકત ડાયાબિટીસના લીધે ૧.૬ મિલિયન લોકોનું મૃત્યુ થયું હતું અને ડાયાબિટીસના લીધે થતી ગંભીર સમસ્યાઓના લીધે ૨૦ લાખ મૃત્યુ નીપયા હતા.
હાલ ભારતની વાત કરીએ તો, જેની ઉંમર ૧૮ વર્ષથી ઉપર છે તેવા ૭૭ મિલિયન લોકો ડાયાબિટીસ ગ્રસ્ત છે અને ૨૫ મિલિયન લોકો પ્રિડાયાબીટીક સ્ટેજમાં છે જેમાંથી ૫૦% થી ઉપરના લોકોને ડાયાબિટીસ છે તેવી જાણકારી પણ નથી અને તેના લીધે મૃત્યુની અપેક્ષિત ઉમર અને તેનાથી થતી ગંભીર સમસ્યાઓમાં વૃદ્ધિ થાય છે. વયસ્ક લોકો જે ડાયાબિટીસ ગ્રસ્ત છે તેમને હૃદય રોગ અને સ્ટ્રોક થવાની શકયતા બે થી ત્રણ ગણી વધી જાય છે.
આ ઉપરાંત ડાયાબિટીસ જીવનની ગુણવત્તાને પણ ઘણી રીતે પ્રભાવિત કરે છે અસ્થીર સુગરના લીધે થાક અને નબળાઈ અનુભવાય છે અને લાંબા ગાળે કિડનીના રોગો, આંખની સમસ્યા, નસો સુકાવી, ઠંડા ગરમની જાણ ન થવી અને લાંબા ગાળે ઘા જાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અત્યારે બજારમાં ડાયાબિટીસની સારવારમાં બે પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. ટાઈપ ડાયાબીટિસ માટે ઈન્સ્યુલીન અને ૨ પ્રકારના ડાયાબિટીસમાં જેમા સેલ સુધી સુગર નથી પહોંચતી એવી દવાઓ આ બંનેમાંથી એક પણ દવા ડાયાબિટીસને મટાડવાનો પ્રયત્ન કરતી નથી. એ ફકત શરીરમાં સુગરના લેવલને જાળવી રાખવાના પ્રયત્નો કરે છે.
ડાયાબિટીસને મટાડવા માટે શું કરવું જોઈએ એની જાણકારી મેળવવાના આપણા પ્રયત્નો પણ નથી કરતા. આયુર્વેદમાં ડાયાબિટીસ અને તેના લીધે થતી ગંભીર સમસ્યાઓથી બચવાની કારગત ચિકિત્સા પદ્ધતિઓ ઉપલબ્ધ છે.
હાલ સુપેડી સ્થિત ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલમાં કાયચિકિત્સા વિભાગ દ્રારા ડાયાબિટીસ મુકત રાજકોટ અભિયાન પર કામ ચાલી રહ્યું છે જેમાં ડાયાબિટીસને લગતા તમામ રિપોર્ટ અને આયુર્વેદિક સારવાર સાથે યોગ અને પથ્ય કલ્પનાઓ વિશે લોકોને જાણકારી અને સારવાર રાહતદરે અપાઈ રહી છે. લોકોમાં જાગૃતતા ફેલાવવા અને ડાયાબિટીસના લીધે થતી ગંભીર સમસ્યાઓને અટકાવવા માટે ડો. પ્રકાશ કુંભાર અને ડો.નાશીર પરમારની ટીમ મહેનત કરી રહી છે.
ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ – સુપેડી માં ડાયાબિટીસ માટે ઓ.પી.ડી અને આઈ.પી.ડી. સારવાર અપાઈ રહી છે. તેમાં બહારનાં દર્દીઓને દવા સાથે શુ ખાવુ અને ન ખાવુ તે યોગ અભ્યાસ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ પણ આઈપીડી દાખલ થઈને સારવાર યોગ્ય હોય તેવા માટે જરીયાત પ્રમાણેની વ્યકિતગત રીતે રોગ – પ્રકૃતી અનુસાર ચીકીત્સા પ્રણાલીની ગોઠવણ કરવામાં આવશે અને તેમને સારવાર સવારના ૬:૦૦ થી સાંજનો ૬:૦૦ વાગ્યા સુધીની દિનચર્યાનું નિર્માણ કરી આપવામાં આવશે.આ સુવિધામાં ૭, ૧૪ અથવા ૨૧ દિવસ દાખલ થઈને સારવાર પ્રા કરી શકાશે અને આ દરમ્યાન દરેક રોગીને સારી જીવનશૈલી તરફ વળવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે અને ઘરે જઈને પણ તેમનું અનુસર કરે તેવી માહિતી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech