પૂ.મોરારિબાપુની પ્રેરણા થકી દેહાણ જગ્યાને અપાતો પૂ.ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-૨૦૨૪, આ વર્ષે સંત આપાગીગાની જગ્યા, સતાધારને અર્પણ થશે. મોરારીબાપુના હસ્તે આ એવોર્ડ જગ્યાના વર્તમાન પ્રતિનિધિ મહંત વિજયબાપુ ગુરુ જીવરાજબાપુને અર્પણ થશે.
રાતદિવસ જ્યાં હરિહરની હાકલ પડે છે અને ટુકડો ત્યાં હરિ ઢુકડો તથા ભજન કરો અને ભોજન કરાવો નો મહામંત્ર ગુંજતો રહે છે, ઉપનિષદના અન્નમ બ્રહ્મતિ વ્યજાનાત સૂત્રને નાત-જાત, વર્ણ-પંથ, ઊંચ-નીચના ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે એવી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની તથા સમાજની અનન્ય સેવાઓ કરતી આવી છે. વિખરાતા સમાજને રોટલાથી જોડ્યો છે, સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અંજવાળા પાથર્યા છે, સર્વના સ્વીકાર સાથે માનવસેવા-ગૌસેવાના કાર્ય દ્વારા ધર્મચિંતન કર્યું હોય એવી જગ્યાઓને દર વર્ષે ફેબ્રુઆરી માસમાં (માઘપૂર્ણિમા) સેંજળ (તા.સાવરકુંડલા) ખાતે સૂત્રમાલા,શાલ, સ્મૃતિચિન્હ (એવોર્ડ) અને એવોર્ડ રાશિ (ા.૧,૨૫,૦૦૦)થી ધ્યાન સ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પૂ.મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્રભાવે છેલ્લ ા ૧૪ વર્ષથી રચાતો આવ્યો છે.
આ વર્ષના અને સળંગ ૧૪માં એવોર્ડનો પ્રારંભ ૨૦૧૧થી થયો છે. નિબારકાચાર્ય હરિવ્યાસજી મહારાજના શિષ્ય ધ્યાનસ્વામી વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સૌરાષ્ટ્રના સેંજલ ગામે આવેલા.(આજે ત્યાં એમની ચેતન સમાધિ છે) તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય જીવનદાસજીના વંશમાં મોરારિબાપુનો જન્મ થયો. એ મૂળ પુરુષના નામ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.
આજે દેહાણ જગ્યાના મહંતો, વિદ્વાનો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં સેંજળધામ ખાતે આ એવોર્ડની અર્પણ વિધિ ઙ્ખઈ હતી. સેંજળધામ ખાતે દર વર્ષની જેમ જગ્યાનો પાટોત્સવ પણ યોજાશે. જગ્યામાં પ્રતિવર્ષ મુજબ વૈષ્ણવ સાધુ સમાજ તેમજ સેંજળ ગામની દીકરીઓના સમૂહ લગ્ન પણ યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech