મોરબી- ટંકારાના વીરવાવ ગામના શખ્સે ધ્રોળની શિક્ષિકાને ફોનમાં ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કર્યાની ફરિયાદથી ચકચાર
મોરબી તાલુકાના ટંકારા નજીક વિરવાવ ગામ માં રહેતા એક તરફી પ્રેમીએ ધ્રોળની શિક્ષિકાને મોબાઈલ ફોનમાં ધમકી આપી તમારી પુત્રી સાથે મારા લગ્ન કરાવી આપો! તેના વિના નહી રહી શકું, અને જો લગ્ન નહીં કરાવો તો તમારા સમગ્ર પરિવારને છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી અને પુત્રી પાછળ ખર્ચ કરેલા રૂપિયા બે લાખની માંગણી કર્યા ની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે ધ્રોળમાં પંચવટી સોસાયટીમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા મહિલાએ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને મોબાઈલ ફોનમાં પતાવી દેવાની ધમકી આપનાર મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરવાવ ગામના પૂર્વરાજસિંહ ભૂપતસિંહ જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પૂર્વરાજસિંહ જાડેજા કે જે શિક્ષિકા મહિલાની ૧૯ વર્ષની પુત્રી, કે જે રાજકોટમાં એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે, અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. જેને અવારનવાર મોબાઇલ ફોન કરીને એક તરફી પ્રેમ કરી તેણીને પરેશાન કરતો હતો, અને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.
જે અંગે યુવતીએ પોતાની માતા ને ફરિયાદ કર્યા પછી પોતાના મોબાઈલ ફોનમાં કોન્ફરન્સ મારફતે પૂર્વરાજસિંહ જાડેજા સાથે માતાને વાત કરાવી આપી હતી. જેમાં પૂર્વરાજસિંહે જણાવ્યું હતું, કે હું તમારી દીકરી વિના રહી શકું તેમ નથી, અને મારા તેની સાથે લગ્ન કરાવી આપો.
દરમિયાન શિક્ષિકા દ્વારા અમારા સમાજમાં આવા લગ્ન શક્ય નથી. તેમ કહીને ઇન્કાર કરી દીધો હતો, અને મારી પુત્રી તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. તેમ જણાવતાં આરોપી ઉસ્કેરાયો હતો.
જેણે શિક્ષીકાના મોબાઈલ નંબર મેળવી લીધા પછી તેણી પોતાની ફરજ પર ભેંસદડ ગામેં સ્કૂલે હાજર હતી, દરમિયાન આરોપીનો ફરીથી મોબાઈલ ફોન આવ્યો હતો, અને તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરી આપો, અથવા તો મેં તેની પાછળ બહુ મોટો ખર્ચો કર્યો છે, એટલે બે લાખ રૂપિયા તમારે મને આપવા પડશે. તેમ નહીં કરો તો તમને, તમારી પુત્રી અને પુત્ર બંનેને છરી વડે હુમલો કરીને પતાવી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.
જેથી સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વીરવાવ ગામના પૂર્વરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આઈપીસી કલમ ૩૮૭,૫૦૪,૫૦૬-૨ અને ૫૦૭ મુજબ નો ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech