ધ્રોલના ગઢડાના કોઝવે પર પાણી ફરી વળ્યા: ગ્રામજનોનું આવગમન થયું બંધ

  • July 22, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલની બાવની નદી બે કાંઠે....
ધ્રોલ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધ્રોલની બાવની નદી બે કાંઠે વહી રહી છે, બાવની નદી ચાલુ માોસમમાં બીજી વખત બે કાંઠે થતાં ધ્રોલવાસીઓ આનંદની લાગણી પ્રસરી છે.
**
ધ્રોલ પંથકના લૈયારા, ગઢડા, જાબીડા સહિતના ગામોમાં ગુરુવારે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા, ત્યારે ગઢડા ગામના જાયવા ખાતે અભ્યાસ કરવા જતા બાળકોને વરસાદના કારણે સ્કૂલેથી વહેલા બપોરે બે વાગ્યે છોડી દીધા હતા. આ બાળકો ઘેર પરત ફરતા હતા. જે સમય દરમિયાન ગઢડા ગામની નદીમાં પુર આવી ગયું હતું. ગઢડા ગામની નદી પરના બેઠા કોંઝવે પરથી પાણી પસાર થયું હતું.
આથી બાળકો સામા કાંઠે ફસાઇ ગયા અને પાંચ કલાક સુધી નદીના સામા કાંઠે પાણી ઉતરવાની રાહમાં બેસી રહ્યા હતા. અંતે થોડું પાણી ઓસરતા ગ્રામજનોએ ટ્રેકટર લઇ  બાળકોને ઘેર પહોંચાડ્યા હતા. ધ્રોલ તાલુકાના ગઢડા ગામે વર્ષો જુની કોંઝવેના બદલે પુલ બનાવવાની માંગણી અનેક રજૂઆતો છતાં સંતોષાણી નથી. આથી ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.
ચોમાસાના સમયમાં દર વર્ષે નદીમાં પુર આવવાથી કોંઝવે પર પાણી ફરી વળે છે. મેડીકલ ઇમરજન્સીમાં પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટે કોઇ રસ્તો નથી, આથી જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી ગામ સંપર્ક વિહોણું બની જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application