ધોરાજીમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર,નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • June 13, 2023 02:55 PM 



બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના અનેક જીલ્લાઓમાં શરુ થઈ ચુકી છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવા લાગ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે એ પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

રાજકોટના ધોરાજીમાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. એક કલાકમાં જ 2 ઈંચ જેટલો વરસાદ ધોરાજીમાં વરસ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે અને તમામ પૂર્વ તૈયારીઓ સજ્જ કરી લેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લા અને તાલુકાઓ પર સતત નજર દાખવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application