ધોરાજીનું ઝાંઝમેર ગામ પોલીસની કનડગતના વિરોધમાં સજ્જડ બંધ

  • February 23, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી પંથકનું ઝાંઝમેર ગામ આજે પોલીસની કનડગતના આક્ષેપ સાથે બંધ રહ્યું હતું. ગઇકાલે રાત્રે ગ્રામજનો દ્વારા પોલીસ દ્વારા થતી હેરાનગતિની ફરિયાદો સાથે રસ્તા પર ઉત્યર્િ હતાં અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતાં. આ દરમિયાન ગ્રામજનોએ આજે ગામ બંધનું એલાન આપતા સવારે ગામની તમામ બજારો બંધ રહી હતી. છેલ્લે મળતી વિગતો અનુસાર ડીવાયએસપી ડોડિયા ઝાંઝમેર ગામે દોડી આવ્યા છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોને મનફાવે તેમ મેમો આપીને દંડ ફટકારવામાં આવે છે તેવું જણાતા ગ્રામજનોએ જણાવ્યું કે, નિયમોનું પાલન કરતા હોવા છતાં વાહનોને ડિટેઇન કરવામાં આવે છે. અમુક કેસમાં પોલીસ દ્વારા હોટેલ કે દુકાનોના પાર્કિંગમાં વાહન પાર્ક કરેલ હોય કે, વાડીએ કે ખેતરથી આવતા ખેડૂતો વાહન પાર્ક કરીને શ્રમિકોને મજૂરી ચૂકવવા ગયા હોય તો પણ તેમને દંડ ફટકારવામાં આવે છે. પોલીસની આ કાર્યવાહીને લઇ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ધોરાજી તાલુકાના 29 ગામોમાંથી માત્ર ઝાંઝમેરના ગામના લોકોને જ પોલીસ શા માટે પોલીસ ટાર્ગેટ કરે છે તેવા પ્રશ્ર્નો ઉઠાવી આ હેરાનગતિ સામે ગામ બંધનું એલાન આપ્યું હતું. દરમિયાન મળતી વિગતો અનુસાર ડીવાયએસપી ઝાંઝમેર દોડી આવ્યા છે અને ગ્રામજનો સાથે વાટાઘાટો કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application