ધોરાજી: ડુંગળીના હાર પહેરીને કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા ડે.કલેકટરને આવેદન

  • December 14, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડુંગળીની નિકાસ હાલ બંધ કરાઈ છે જેને કારણે ડુંગળીના ભાવ અચાનક ગગડી ગયા છે ત્યારે સૌરાષ્ટ્ર ના ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે ત્યારે ખેડૂતોની ડુંગળી જિયારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દીધો છે આવા સમયે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા જે હવે અચાનક ગગડી ગયા ત્યારે રોષે ભરાયેલ ધોરાજીના ખેડૂતો એ અને કોંગ્રેસ સમિતિ ના આગેવાનો એ એક અનોખી રીતે સરકારને જગાડવા અને ડુંગળી પર લગાવેલ નિકાસ બંદી હટાવવાની માંગ સાથે એક નવતર પ્રયોગ કર્યો છે અને જેમાં ખેડૂતો એ અને કોંગ્રેસ સમિતિના આગેવાનો એ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું આ તકે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા
​​​​​​​
ધોરાજીમાં ડુંગળી પકવતા ખેડૂતો નું કહેવું છે કે ખેડૂતો એ સારા ભાવ ની આશા એ ડુંગળી નું વાવેતર કર્યું હતું 
પરંતુ ડુંગળીનું ઉત્પાદન થાઈ અને માર્કેટ માં વેચાવા આવે તે પહેલા અચાનક જ સરકાર એ ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ખેડૂતો માં પણ રોષ છે જે ડુંગળી પહેલા ૭૦૦ થી ૮૦૦ રૂપિયે પ્રતિ મણ વેચાતી હતી જે હાલ માં નિકાસ પર પ્રતિબંધ હોવાને કારણે ભાવ ગગડી ગયા બાદ ૨૦૦ થી ૩૦૦ રૂપિયે એક મણ ના ભાવે વેચાઇ રહી છે જેમાં વાવેતર થી લઇ અને ઉત્પાદન નું ઓન ખર્ચ નીકળે એમ નથી. ડુંગળી ના જથબંધ વેપારી નું કહેવું છે કે સરકાર એ નિકાસ બંધી નો જે નિર્ણય કર્યો જે અયોગ્ય છે આ નિર્ણય થી ખેડૂતો અને વેપારીઓ ને નુકસાન થશે અને ખેડૂતો ને પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application