શહેરમાં હોળીના દિવસે જ સામાન્ય વાતે હોરી કરી મારામારીના જુદાજુદા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જયારે ધુળેટી પર્વે રંગનીઓ સાથે ધોકા–પાઇપ પણ ઉડા હતા. બે દિવસમાં ૧૮ બનાવમાં મહિલા સહિતના ૨૫ લોકોને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
નાના મવા નજીક મોકાજી સર્કલ પાસે રહેતો મીત અતુલભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)નામનો યુવક ધુળેટીને રાત્રે પુષ્કરધામ રોડ પર વિમલનગર સોસાયટીમાં હતો ત્યારે સહદેવ અને હેપ્પીએ બોલાચાલી કરી છરી અને ધોકાથી હત્પમલો કરતા યુવકને સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે પહેલા જ મિત હોસ્પિટલમાંથી રજા લઇ નીકળી ગયો હતો.
ચુનારાવાડમાં હોળીના દર્શન કરવા ગયેલા પ્રતાપ ઉપર હુમલો
ચુનારાવાડ–૪માં રહેતો પ્રતાપ રણજીભાઇ ધાધલ (ઉ.વ.૧૬) નામનો સગીર હોળીની રાત્રે બારેક વાગ્યે બાજુની શેરી ચુનારાવાડ–૨માં હોળી થતી હોઈ ત્યાં દર્શન કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં વિજય, પરાગ સહિતના ગાળાગાળી કરતા તેને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ છરી, ધોકાથી હત્પમલો કરતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
લોધેશ્વર સોસાયટીમાં ભરતભાઇને પડોસી શાંતિભાઈ સહિતનાએ મારમાર્યેા
ગોંડલ રોડ પરના લોધેશ્વર સોસાયટી–૨માં રહેતાં અને મજૂરી કામ કરતા ભરતભાઇ હકાભાઇ જારીયા (ઉ.વ.૪૦) નામના યુવક હોળીની સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હોળી જોવા જતાં પડોશમાં રહેતા શાંતિભાઇ સાથે બોલાચાલી થતા બને વચ્ચે ફડાકા વળી થઇ હતી બાદમાં શાંતિભાઈ અને તેના ભાઈઓ સહિતનાએ ઢીકાપાટુ અને પાઇપ વડે મારમારતા ભરતભાઈને સિવિલમાં ખસેડવા પડા હતા યાં તેમને બે ટાકા આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરતભાઇના પત્નિ પિન્કીબેને કહ્યું હતું કે પોતે છોડાવવા વચ્ચે પડતા પોતાને પણ મારકુટ કરી હતી.
મહિકામાં કાજલબેનને પતિએ પાણીનો ઘડો માથામાં મારતા ઇજા
મહિકા ગામે રાધિકા રેસિડેન્સીમાં રહેતાં કાજલબેન કમલેશભાઇ કાચા (ઉ.વ.૪૦) નામના મહિલાને ધુળેટીની સવારે પતિ કમલેશે ઝઘડો કરી માથામાં પાણી ભરવાનો ઘડો મારી લેતા માથામાં ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી. કાજલબેનના બીજા લ છે અને સંતાનમાં બે પુત્રી છે. પોતે ઉપરના મકાનમાં હતા ત્યારે નીચે કપડાં લેવા માટે આવતા પતિએ કપડા આપવાની ના પાડી મારે તું જોઈતી જ નથી કહી ઝગડો કરી પાણીનો ઘડો ફટકાર્યેા હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
શીતળાધારમાં માતા–પુત્ર ઉપર હુમલો
કોઠારીયા સોલવન્ટ શીતળાધાર ૨૫ વારીયામાં રહેતાં સવિતાબેન ઉર્ફ મીનાબેન ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામના મહિલા અને તેનો પુત્ર નિલેષ (ઉ.વ.૨૧) બને માતા–પુત્ર ધુળેટીની રાત્રે નવેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે પડોશી પપ્પુ અને તેની પત્નિ યોતિએ બોલાચાલી કરી ધોકા વડે મારમાર્યેા હતો. અને ઘર પાસે પડેલી એકટીવામાં ધોકા ફટકારી નુકસાન કયુ હતું. ઈજાગ્રસ્ત માતા–પુત્રએ સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી પડોશી દંપતી સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ નિલેષ સાથે પપ્પુનેને ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આ હત્પમલો કરાયો હતો.
ઘંટેશ્વર ૨૫ વારીયામાં બે પક્ષ વચ્ચે પથ્થરોના ઘા થતા ત્રણ ઘવાયા
જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં ભલાભાઈ દલાભાઇ રાઠોડ (ઉ.વ.૫૧) નામના આધેડ અને વિશાલ જગદીશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ને હોળીની સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી કુહાડી વડે હત્પમલો કરી પાણાના ઘા કરતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં માં ખસેડાયા હતાં. જયારે સામાપક્ષે ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં યોગરાજસિંહ જીલુભા ઝાલા (ઉ.વ.૩૫)ને પણ અજાણ્યાએ ઝપાઝપી કરી પથ્થરમારો કરતાં ઇજા થઇ હતી. જો કે તેણે પણ સારવાર બાદ રજા લીધી હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી
રૈયામાં ભરતને પાઇપથી ફટકાર્યેા
રૈયા ગામમાં ઝૂપડામાં રહેતાં ભરત લાલજીભાઇ સાડમીયા (ઉ.૩૦)નામનો યુવક ધુળેટીની બપોરે ઝુંપડા પાસે હતો ત્યારે ભગી અને બાવા નામના શખ્સે ગાળો બોલવા પ્રશ્ને પાઇપથી ફટકારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ બાબતે યુનિવર્સીટી પોલીસને જાણ કરાઈ હતી.
ગૌરીશંકરને ચંદને સળિયો માર્યેા
ભાવનગર રોડ પર આઈટીઆઈ પાસે ગૌરીશંકર કમળશંકર શાહ (ઉ.વ.૩૮) નામના યુવકને હોળીની બપોરે દોઢેક વાગ્યે ચંદનએ કોઈ બાબતે ઝગડો કરી સળિયો મારી લેતા યુવકે સિવિલમાં સારવાર લીધી હતી.
સ્લમ કવાર્ટરમાં યોગેશભાઇ પર છરીથી ઉમેશ સહિતનાનો હુમલો
જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં યોગેશભાઇ રઘુભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૧) નામના આધેડ ધુળેટીની બપોરે ઘર પાસે હતા ત્યારે પડોશી ઉમેશ અનેતેની સાથેના જાણ્યાએ ઝઘડો કરી છરીથી હત્પમલો કરતા યોગેશભાઈને ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. યોગેશભાઇએ ઉમેશના માતાને .૫૦૦ ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી બાબતે ઝઘડો થયો હતો.
સામાકાંઠે સોનુને અજાણ્યાએ છરીથી ઇજા કરી
સંતકબીર રોડ પર રામાપીર મંદિર પાસે રહેતો સોનુ મહેદ્રભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯) નામનો યુવક ધુળેટીની રાત્રે દસેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે બોલાચાલી કરી છરી વડે હત્પમલો કરતા પગમાં ઇજા થવાથી સિવિલમાં ખસેડાયો હતો. બી–ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી.
કૂબલીયામાં સુનીલને સંજયે ઘુસ્તાવ્યો
કુબલિયાપરા–૫ રહેતા સુનિલ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામનો યુવક ઘર પાસે આવેલી ચંદ્રિકા પાન નામની દુકાન પાસે ધુળેટીની સાંજે ઉભો હો ત્યારે સંજયે બોલાચાલી કરી ઝગડો કરી ઢીકાપાટુનો મારમાર્યેા હતો. સુનિલે સિવિલમાં સારવાર લેતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરાઈ હતી.
પડવલામાં ધુળેટી રમી ન્હાવા મામલે મારામારી
પડવલામાં નેપચ્યુન સનમાઇકા નામની ફેકટરી ખાતે પપ્પુ ઉમેશ કેવલ (ઉ.૨૫), બ્રિજેશ રાજછાની કેવલ (ઉ.૨૪) અને શ્રીકાંત રણજીત વર્મા (ઉ.૨૫) ત્રણેય ધુળેટી રમ્યા બાદ ન્હાવા ગયા ત્યારે કોઈ વાતને લઈને ગાળાગાળી થતાં ઝઘડો કરી અન્ય પરપ્રાંતિય શખ્સોએ ધારદાર વસ્તુથી ઇજા કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાય હતા,બનાવ અંગે શાપર પોલીસને જાણ કરી હતી.
કાથરોટામાં ધુળેટીની રાતે ગોપાલને ધોકાવ્યો
સરધાર નજીક કાથરોટા ગામે રહેતાં ગોપાલભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.૩૫) નામનો યુવક ધુળેટીની રાત્રે નવેક વાગ્યે ગામમાં હતો ત્યારે જેન્તી મકવાણા, રાહત્પલ, અલ્પેશે જમીન મામલે ચાલતા જુના ડખ્ખાનો ખાર રાખી ધોકાથી હત્પમલો કરી માર મારતાં ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી
શાપરના ગંગા ગેઇટ પાસે ધીરજને ધોકાથી ફટકાર્યેા
શાપરમાં શિવાલય દવાખાના પાસે રહેતો અને મજૂરી કામ કરતો ધીરજ આત્મજ મહંતો (ઉ.વ.૨૪ નામનો યુવક ગંગા ગેઇટ પાસે હતો ત્યારે રામદેવ સહિતના અજણ્યાએ બોલાચાલી કરી ધોકા વડે હત્પમલો કરતા ઇજા થઇ હતી. યુવકે સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે શાપર પોલીસને જાણ કરાઈ હતી.
સિવિલ હોસ્પિટલ ચોકીનો ફોન સતત રણકયો, સ્ટાફ દોડતો રહ્યો
તહેવારમાં ખાસ કરીને હોળી–ધુળેટી અને મકરસંક્રાતિના પર્વે મારામારીના બનાવો ટિન દિવસો કરતા વધુ બનતા હોઈ છે, તહેવાર દરમિયાન પ્રાઇવેટ હોસ્પિટલ બધં હોવાના કારણે મોટાભાગના ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવે છે. ત્યારે મારામારી, અકસ્માત, આપઘાત જેવા એમએલસી (પોલીસ કેસ)ના બનાવમાં તબીબો હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં ઇન્ફોર્મ કરતા હોઈ છે. રવિ–સોમ હોળી–ધુળેટીના પર્વે મારામારી સહિતના બનાવો હોસ્પિટલમાં આવતા હોસ્પિટલ ચોકીનો ફોન સતત રણકયો હતો અને ફરજ પરના પોલીસ કર્મીઓઓ હેડ કોન્સ. રામશીભાઈ વ, ભાવેશભાઈ મકવાણા, પો.કોન્સ.તોફીકભાઈ જુણાચ, ધર્મેન્દ્રભાઈ હત્પદડ સહિતના સતત દોડતા રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech