બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ફિલ્મ ધ કેરલ સ્ટોરીને સમર્થન

  • May 23, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બાગેશ્વર ધામના શાસ્ત્રીએ કહ્યું- આપણે હિન્દુઓ ઊંઘી ગયા છે
  • બીજાા ધર્મની વ્યક્તિ પર સમુદ્રમાં ફેંકેલો સિક્કો મળવા જેવો વિશ્વાસ કરવો


સાગરની સુરખી વિધાનસભાના જૈસીનગરમાં 20 થી 22 મે દરમિયાન બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં  બાબાએ ધ કાશ્મીર ફાઇલ્સની જેમ ધાર્મિક ઉન્માદને કારણે વિવાદ જગાવનારી ફિલ્મ ધ કેરલ સ્ટોરને ટેકો આપ્યો છે. બાબાએ કહ્યું કે ધ કેરલ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ દેશની વર્તમાન સ્થિતિ છે. 


કથાના બીજા દિવસે રવિવારે દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં કેરલથી આવેલી એક મહિલા તરફથી અરજી મળી હતી. આ મહિલા સ્ટેજ પર પહોંચી અને કહ્યું કે હું તમારી કથા ટીવી પર જોતી હતી. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે પંડાલમાં બેસીને કથા સાંભળીશ અને હું આવી. કારણ કે ત્યાં કોઈ કથા થતી નથી. મહિલાની વાત સાંભળ્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેનો અર્થ એ છે કે કેરલની સ્ટોરી સાચી બની છે. જેના પર મહિલાએ જવાબ આપ્યો કે કેટલુંક સાચું છે, પરંતુ કેટલુંક એડિટ કરવામાં આવ્યું છે.


આ પહેલા રાતના સમયે થયેલી પ્રશ્નોત્તરીમાં, સાગરના એક યુવકે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ધ કેરલ સ્ટોરી' પર તેમનો અભિપ્રાય પૂછ્યો. જેના પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલ્લેઆમ કહ્યું કે, 'ધ કેરલ સ્ટોરી' સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. આ દેશની વર્તમાન સ્થિતિ છે. આપણે બધા હિંદુઓ ઊંઘી ગયા છીએ. હું સમજી શકતો નથી, લોકો અમને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો કરો છો, તમે લગ્નની વાત કરો છો. પરંતુ ઘણીવાર મારા શબ્દો ઉશ્કેરણીજનક નથી હોતા, બલ્કે તે એવા હોય છે જે હિન્દુઓને જાગૃત કરે છે. બીજી વાત, જે બન્યું છે તે ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે.


ત્રીજી વાત એ કે આપણે બધા હિંદુઓની કમનસીબી છે કે,એ ફિલ્મમાં જે કંઈ બતાવવામાં આવ્યું છે તે એક એક અક્ષર સાચું છે. જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને એ શીખવવામાં ન આવે કે સનાતન શું છે? અને હિન્દુ એટલે શું? ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે અને આવી ફિલ્મો બનતી રહેશે.



આપણે આ ફિલ્મથી સમજવું જોઈએ અને આપણે જાગવું જોઈએ. આપણી બહેનોને તો ખાસ કરીને જાણી લેવું જોઈએ. એક શ્લોક દ્વારા સમજાવતા તેમણે કહ્યું કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં, પોતાના ધર્મમાં મરવું વધુ સારું છે. એટલા માટે આપણે બીજા ધર્મ અને સંપ્રદાયના વ્યક્તિ પર એટલો જ વિશ્વાસ કરવો જોઈએ, જેટલો આપણે સમુદ્રમાં ફેંકેલા સિક્કાના મળવા પર કરીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application