જામનગરમાં ઇટ્રા દ્વારા ધનવન્તરી પૂજન

  • November 10, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ઈટ્રા) દ્વારા સમુદ્ર મંથનના ફલ સ્વરૃપ ઔષધિના અમૃત કળશ હાથ પર ધરેલા ભગવાન ધન્વન્તરિના પ્રાકટ્ય દિવસ એટલે ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) અને વિશ્વ આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન આજે કરવામાં આવ્યુ હતું. હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખૂબજ આગવુ મહત્વ છે, આજે ધનવન્તરી મંદિર ખાતે કર્મચારી બહેનો દ્વારા સુશોભીત રંગોળી કરવામાં આવી હતી અને ત્યારબાદ ધનવન્તરીના પ્રાગટ્ય દિવસ અંતર્ગત પૂજન અર્ચન સવારે ૮-૩૦ વાગ્યે કરવામાં આવ્યુ હતું, જેમાં બહોળી સંખ્યામાં ઇટ્રાના પ્રો અનુપ ઠાકર તેમજ અધિકારીઓ, ડોકટરો, કર્મચારીઓ સહિતના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application