રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૧૧ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન: મહોત્સવનો લાભ લેવા સિંધી સમાજના આગેવાનો દ્રારા સિંધી પરિવારોને
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્રારા ૧૧ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો મુખ્ય હેતુ માનવીય મૂલ્યોનું સંવર્ધન, આધ્યાત્મિક જાગૃતિ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. જેના અનુસંધાને ગઈકાલે કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતિ મહા સંમેલનમાં સિંધી સમાજના મોભી ધનરાજભાઈ જેઠાણી તથા સમાજના અગ્રણી બ્રીજલાલભાઈ સોનવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં સમાજના આગેવાનો દ્રારા તમામ સિંધી પરિવારોને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજરી આપવા માટે અપીલ કરવામાં આવી હતી.આ સાત દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમાં પ્રેરણાત્મક પ્રવચનો, સંસ્કૃતિ આધારિત રજૂઆતો તેમજ યુવાનો માટે માર્ગદર્શન કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વિખ્યાત સતં અપૂર્વમુની સ્વામી દ્રારા જીવનમાં નૈતિકતા, સંસ્કાર અને સકારાત્મક વિચારોનું મહત્વ સમજાવવામાં આવશે. ખાસ કરીને યુવા પેઢીને સાચી દિશા મળે તે માટે વિશેષ સત્રો ગોઠવવામાં આવ્યા છે. રાજકોટમાં આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સમાજસેવાનું અનોખું સંગમ બની રહેશે, જે વ્યકિતગત વિકાસ સાથે સમગ્ર સમાજ માટે પ્રેરણાપ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application