લોકસભાની રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના અનેક ધારાસભ્યો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસે પણ ભાજપની જેમ બરાબરનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
સિદ્ધાર્થભાઈ પટેલ સહિત અનેક નેતાઓ આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે હાજર રહ્યા હતા. પરેશભાઈ ધાનાણીએ ફોર્મ ભરતાની સાથે જ હવે રાજકોટમાં અમરેલીના બે નેતાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાવવાનું નિશ્ચિત બની ગયું છે. ફોર્મ ભરતા પહેલા ભાજપ્ની જેમ કોંગ્રેસે પણ બહુમાળી ભવન ચોકમાં સભા ભરી હતી. આ સભામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, સ્થાનિક નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.પરેશભાઈ ધાનાણીના ફોર્મમાં દરખાસ્ત મુકનાર અને ટેકો આપનાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી વશરામભાઈ સાગઠીયા ગાયત્રીબા વાઘેલા અને ભોળાભાઈ ગોહિલ ના નામો જાહેર કરાયા છે.
કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે હેમાંગભાઈ વસાવડા નું ફોર્મ ભરવામાં આવ્યું છે અને હેમાંગભાઈ વસાવડાના નામની દરખાસ્ત મુકનારા અને ટેકો આપનારામાં સંજયભાઈ લાખાણી ભાર્ગવભાઈ પઢીયાર મહેશભાઈ રાજપુત અને રાજદીપસિંહ જાડેજાના નામ રજૂ કરાયા છે.આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ સ્વીકારાયા પછી હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ માન્ય રહ્યા અને કેટલા ફોર્મ રદ થયા તેની જાહેરાત કરવામાં આવશે. તારીખ 22 સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને તારીખ 22 ના બપોરે ત્રણ વાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારોની અંતિમયાદી જાહેર કરવામાં આવશે.
હાજર આગેવાનોનું લિસ્ટ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સિદ્ધાર્થભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિતભાઈ કગથરા જીગ્નેશભાઈ મેવાણી વેરાવળ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા લોકસભા બેઠકના પ્રભારી પુંજાભાઈ વંશ ભીખુભાઈ વારોતરીયા વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય એમ જે પીરજાદા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રભાતભાઈ દુધાત તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી અને લોકસભા બેઠકના પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના દિલીપસિંહ વાઘેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ કપુરીયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા સંજયભાઈ અજુડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech