રાજકોટ શહેર નજીક કાલાવડ રોડ પર વાગુદડ સર્વેમાં સરકારી જમીન પર ઉભેલા કહેવાતા ધમાલીયા મહતં ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ નવિનચદ્રં ધામેલીયાના આશ્રમ પર આજે લોધીકા મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી દઈ અંદાજે ૧૦ કરોડની જમીન ખુલ્લ ી કરાવી છે.
ગત મહિને ધમાલીયા કહેવાતા મહતં ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયાએ પોતાના બે–ત્રણ અનુયાયી સાથે મળી રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ધમાલ મચાવી હતી. સરકારી વિભાગમાં ચાલતી કોન્ટ્રાકટ પરની કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યાર બાદ પોલીસ તપાસમાં મહંતના આશ્રમ પરથી શંકાસ્પદ ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું.
જે જમીન પર આશ્રમ ઉભો હતો તે અંદાજે બે એકર જેવી જમીન પણ રાજકોટ કલેકટર તત્રં હેઠળની સરકારી જમીન હોવાનું ખુલ્યું હતું. જેથી આશ્રમ દબાણ બાંધકામ હટાવવા મહંતને નોટીસ આપી હતી. નોટીસ અંગે કોઈ યોગ્ય પ્રત્યુતર મળ્યા ન હતા. અંતે આજે લોધીકા મામલતદારે પોલીસ ટીમને સાથે રાખી સવારે ડિમોલીશન હાથ ધયુ હતું.
બે બુલડોઝર સહિત જરૂરી સાધનો સાથે પહોંચેલા સ્ટાફે જગ્યા પર ઉભેલા બે ઓરડા જમીનદોસ્ત કરી નાખ્યા હતા. તેમજ ફેન્સીંગવાળીને કબજે કરાયેલી જગ્યા ખુલી કરાવાઈ હતી. અંદાજે ૧૦ કરોડની કિંમતની બે એકર જમીન પર કહેવાતા મહતં કે સાધુ ધરમનાથે કબજો જમાવી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech