BREAKING NEWS

જામનગર જિલ્લા યુવા કોંગી પ્રમુખ પદે દેવરાજ ગોહીલ ચૂંટાયા

  • December 05, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચૂંટણીની મોસમ નજીક આવી રહી છે, પાલીકા-પંચાયતોના મહા સંગ્રામનો ઢોલ ગમે ત્યારે પીટાશે, બીજી તરફ રાજકીય પક્ષોએ સંગઠનને મજબુત કરવાની કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત જામનગર જિલ્લા યુવા કોંગી પ્રમુખ પદે દેવરાજ ગોહીલ ચૂંટાઇ આવ્યા છે અને ૭૭-જામનગર વિધાનસભા વિસ્તારના યુવા કોંગી પ્રમુખ પદે જાવેદ કાસમભાઇ ખફીની તાજપોશી થઇ છે. 


જિલ્લાના સંગઠનને મજબુત બનાવવા માટે કોંગી પ્રમુખ મનોજભાઇ કથીરીયા દ્વારા વીણી-વીણીને મજબુત અને દોડતા ચહેરાઓને કોંગ્રેસ સાથે જોડવાની મહેનત શરૂ થઇ છે. દરમ્યાનમાં યુવા કોંગીના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ધ્રાફાના ઉમેદવાર ગિરીરાજસિંહ જાડેજા સામે દેવરાજ ગોહીલનો ૧ર૧૭ મતથી ભવ્ય વિજય  થતાં જિલ્લા યુવા કોંગીના પ્રમુખ પદની મહત્વની જવાબદારી એમના શીરે આવી છે, તેઓ એક દોડતા યુવા ચહેરા તરીકે જાણીતા છે અને યુવા કોંગીને મજબુત બનાવવાની દીશામાં કામ કરશે. 


આ ઉપરાંત ૭૭-જામનગર વિધાનસભા વિસ્તારના પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણીમાં સિકકાના ઉમેદવાર બિલાલ સુંભણીયા સામે મસીતીયાના જાવેદ કાસમભાઇ ખફીનો ૧૧૮૩ મતથી ધમાકેદાર વિજય પ્રાપ્ત થતાં ૭૭-જામનગર યુવા કોંગીના પ્રમુખ પદની જવાબદારી એમના પર આવી છે, અત્રે નોંધનીય છે કે, આ યુવાન પાસે યુવાઓની ખુબ મોટી ટીમ છે અને એ તમામ યુવાનો આ વિધાનસભા વિસ્તારમાં દોડતા કાર્યકર ગણાતા હોવાથી અહીં પણ કોંગીની યુવા પાંખને મજબુતી મળશે એવું રાજકીય દ્રષ્ટિએ દેખાય છે. એમના પિતા કાસમભાઇ ખફી રાજકીય આલમમાં ટાઇગર જેવા ગણાય છે, ત્યારે એવું કહી શકાય કે, છોટે ટાઇગર મેદાનમાં આવી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application