કીર્તન સાહેબે ભારે જમાવટ કરી : 'આજકાલ'ના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી તથા મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણીએ સહ પરિવાર ગુરુનાનક દેવના અરદાસ અને કીર્તન સાહેબમાં જોડાઈને ગુરુ ભક્તિ કરી
આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે સિંધી સમાજના આરાધ્યદેવ ગુરુનાનક દેવની 556 મી જન્મ જયંતીની શહેરભરમાં ગુરુ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પારસ સોસાયટીમાં સિંધી સમાજ વેસ્ટના આગેવાનો દ્વારા ગુરુ ગ્રંથ સાહેબના પૂજન-અર્ચન કીર્તન સાહેબ તથા લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુરુનાનક દેવને ગરીબોના દાતાર કહેવામાં આવતા હતા. ત્યારે સિંધી સમાજ દ્વારા અહીં લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળા પ્રમાણમાં વિવિધ સમાજના લોકોએ લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો.'આજકાલ'ના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી તથા મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણીએ સહ પરિવાર ગુરુનાનક દેવના અરદાસ અને કીર્તન સાહેબમાં જોડાઈને ગુરુ ભક્તિ કરી હતી
કીર્તન સાહેબમાં ઝુમતા સિંધી આગેવાનો
સહિતના કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા. તેમજ સંગીતના સથવારે કીર્તન સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના યુવાનો ગુરુ ભક્તિમાં ઝૂમિ ઉઠ્યા હતા. આ રીતે વિવિધ કાર્યક્રમોમાં સિંધી સમાજના બાળકો, યુવાનો તથા મહિલાઓ સહિત તમામ લોકોએ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો. ગુરુનાનક દેવ માનતા હતા કે કદી કોઈ ભૂખ્યો સૂવું ન જોઈએ. તેથી તેમની જન્મજયંતી પર શેરીએ શેરીએ દરેક લોકો સુધી સિંધી સમાજના આગેવાનો દ્વારા પ્રસાદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.
લંગર પ્રસાદનો તમામ સમાજના લોકોએ દીધો લાભ
સિંધી સમાજમાં ગુરુગાદીમાં અત્યારે ગુરુગ્રંથ સાહેબ છે. જેમાં 10 ગુરુની લીલાનો સમાવેશ થાય છે. ત્યારે સિંધી સમાજના વિવિધ ગુરુ મંદિરોમાં કારતક માસમાં સાત દિવસનો પાઠ રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં માત્ર સિંધી કે સમાજ જ નહીં પરંતુ તમામ વર્ણના લોકોને પ્રસાદ માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. ત્યારે આ લંગર પ્રસાદમાં અને તમામ વર્ગના લોકોએ સાથે પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતાની અનુભૂતિ કરી હતી.