અમાસના પવિત્ર દિવસે કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો

  • May 20, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભક્તજનો તથા સહેલાણીઓ સહિતના યુવાવર્ગે ગોમતી સ્નાનનો લ્હાવો લીધો: ભારે ભીડ ઉમટી

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં પાવન ગોમતી નદીમાં અમાસના મોટી સંખ્યામાં ભાવિકોએ ડુબકી લગાવી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી પૂણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ.બીજી બાજુ કાળઝાળ ગરમીમાં યુવાવર્ગ સહિતના સહેલાણીઓ ઉપરાંત સ્થાનિકો પણ બપોરે મોટી સંખ્યામાં ગોમતી સ્નાન કર્યુ હતુ.
અમાસ નિમિતે શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા પહોંચ્યા હતા. વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીના ઘાટ પર માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. અને ભક્તોએ પવિત્ર ગોમતીના જળમાં ડુબકી લગાવી તન મનને પવિત્ર કર્યા હતા.ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. આમ તો એકંદરે દ્વારકામાં હજારો લોકો કાળિયા ઠાકોરના દર્શન કરવા આવતા હોય છે.
જયારે હાલ ઉનાળુ વેકેશનના પગલે યુવાવર્ગ પણ મોટી સંખ્યામાં દર્શન સાથે હરવા ફરવા માટે આવે છે.કાળઝાળ ગરમીમાં બપોરે આ યુવાવર્ગ પણ ગરમીમાં રાહત મેળવવા કુદરતી સ્વિમિંગ પૂલ એટલે કે ગોમતી નદીના પવિત્ર તથા શીતળ જળમાં ડૂબકી લગાવી મજા મેળવી હતી. બહારગામથી આવતા યાત્રાળુઓ સાથે દ્વારકા વાસીઓ પણ બપોરના સમયે ગોમતી નદીમાં મજા માણવાની ચૂકતા નથી.
અમાવસ્યાની તિથિ પર શૃંગાર આરતી સમયે ઠાકોરજીને શુક્રવારના શ્વેત વાઘા સાથે અલંકારજડિત ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર સાથે ઠાકોરજીને એક ભાવિક પરિવાર દ્વારા અન્નકૂટ મનોરથ ધરાયો હતો.જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીઘો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application