ચક્રવાત દાનાએ આગાહી મુજબ જ ગુવાર રાતથી જ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડમાંતબાહી મચાવવાનું શ કયુ છે અને ૧૧૦ ની ઝડપે ફંકાયેલા પવને ભારે વિનાશ વેર્યેા છે. અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી બન્યા છે. ભારે વરસાદના લીધે નીચાન્વાલા વિસ્તારમાં રહેતા ૧૪ લાખ લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે પણ શાળા–કોલેજો બધં રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો છે તો બીજી તરફ વિમાની સેવાઓ પણ સ્થગિત કરાઈ છે.
ચક્રવાત દાનાનાં આક્રમણના પગલે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢમાંથી પસાર થતી ૩૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશાના લગભગ 12 જિલ્લામાં હાઈ એલર્ટ છે. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
કોલકાતા એરપોર્ટ પરથી ઉડાન ભરતી 281 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ સિવાય 29 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
દાના વાવાઝોડાને કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થવાની આશંકા છે. ઓડિશામાં 10 લાખ અને પશ્ચિમ બંગાળમાં 3.5 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી ભૂવનેશ્વરમાં રાજીવ ભવનમાં ચક્રવાત ડાનાના લેન્ડફોલ પછી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ, ભુવનેશ્વરથી ફ્લાઈટ સેવાઓ આજે સવારે 9 વાગ્યાને બદલે 8 વાગ્યાથી શરૂ થશે તેવી જાહેરાત કરાઈ છે.
દાના વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે ઉત્તર કોસ્ટલ ઓરિસ્સાના ધામરાથી લગભગ 20 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમ અને હબલીખાટી નેચર કેમ્પ (ભીતરકણિકા)થી 40 કિમી ઉત્તરે છે. -પશ્ચિમમાં કેન્દ્રિત થશે. આઈએમડી અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા આગામીથોડા કલાક સુધી ચાલુ રહેશે. ચક્રવાતી તોફાન આજે બપોર સુધીમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.
ઓરિસ્સાના 7 જિલ્લામાં રેડ એલર્ટ
આઈએમડી અનુસાર, વાવાઝોડાની અસર શુક્રવાર બપોર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન પવનની ઝડપ 100-110 કિમી/કલાક રહેવાની ધારણા છે. હવામાન વિભાગે સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મયુરભંજ, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.ઓરિસ્સાના ધમરા ભદ્રકમાં ભારે પવન અને ભારે વરસાદના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.
ઈસરોની પણ ચાંપતી નજર
ઇસરોએ જણાવ્યું હતું કે તેના ઉપગ્રહો ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડા ’દાના’ને ટ્રેક કરી રહ્યા છે, જે આપત્તિ વ્યવસ્થાપ્નના પ્રયાસોને મદદ કરવા માટે વાસ્તવિક સમયનો ડેટા આપે છે. તેમણે કહ્યું કે ધ્રુવીય ભ્રમણકક્ષાનો ઉપગ્રહ ઈઓએસ-06 અને જીઓસ્ટેશનરી સેટેલાઇટ ઇન્સેટ -3ડીઆર નિયમિતપણે ચક્રવાતની સ્થિતિ અંગે માહિતી પ્રદાન કરી રહ્યાં છે.
પીએમ મોદીએ કરી ચક્રવાતની સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીને બે વાર ફોન કર્યેા અને આવનારા ચક્રવાત માટે રાયની તૈયારી વિશે પૂછપરછ કરી. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ લોકોના ચાલુ પુનર્વસન અને જાહેર સુરક્ષા માટે એનડીઆરએફ અને ઓડીઆરએએફ દળોની તૈનાતી વિશે વિગતવાર માહિતી આપી હતી
૧૬૦૦ મહિલાઓની સુરક્ષિત પ્રસૂતિ કરાઈ
ઓરિસ્સામાં ચક્રવાત દાનાન કહેર વચ્ચે, બે દિવસમાં પ્રસૂતિ ગૃહો અને આરોગ્યસંભાળ સુવિધાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવેલી ૪,૪૩૧ સગર્ભા માતાઓમાંથી ૧,૬૦૦ મહિલાઓએ તેમના નવજાત શિશુનું સ્વાગત કયુ છે.સરકારે જણાવ્યું હતું કે ૬,૦૦૮ આશ્રયસ્થાનોમાં કુલ ૫,૮૪,૮૮૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech