પવનચકકી પાસે એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સની અટકાયત

  • November 22, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે પોલીસ પ્રગટી: ૧૦૫૦૦ની મત્તા કબ્જે

જામનગરના પવનચકકી સર્કલ વાડી પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા બે શખ્સોને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
જામનગરના હવાઇચોક નજીક ભાનુશાળી વાડમાં રહેતા પ્રવિણ ગોરધન કનખરા અને હવાઇચોક બાવાવાડમાં રહેતા ઉમેદ વલ્લભ લખીયર નામના બે શખ્સો ગઇકાલે પવનચકકી સર્કલ નજીક આવેલી વાડી પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી બેકીના આંકડા બોલી જુગાર રમતા હોય જે અંગેની બાતમીના આધારે સીટી-એ પોલીસે બંનેને કુલ ૧૦૫૦૦ની રોકડ સાથે દબોચી લીધા હતા.
***
ભાણવડ નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝબ્બે
ભાણવડ તાલુકાના કાલાવડ ગામે સ્થાનિક પોલીસે કરેલી જુગાર અંગેની કાર્યવાહીમાં ગોગન કારા વરુ, મારખી ડાડુ ભુથર અને ભીખા સામત કનારા નામના ત્રણ શખ્સોને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application