ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને આયાતી કસ્ટમ્સ ડ્યુટી ભર્યાવિનાનો પ્રતિબંધિત સિગારેટના મોટા જથ્થા સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી.
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમથી મિસ ડિક્લેરેશન વડે મોટુ પાર્સલ મંગાવવામાં આવ્યુ હતુ. આ પાર્સલ અંગે તંત્રને શંકા જતા ગુપ્તચર શાખાઓઓ સક્રિય થઇ હતી. જેના ભાગ રૂપે ડીઆરઆઇની ટુકડીઓએ શહેરના કુંભારવાડા,શિશુવિહાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં શિશુવિહારના મરિના ફ્લેટમાં
રહેતા સમીર મેમણ નામના શખ્સના કબજામાંથી ૩૦૦૦ કાર્ટુન વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો છે, અને તેની અંદાજીત કિંમત ૫૦ લાખથી વધુ હોવાનું પ્રાથમિક રીતે સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું. સમીર મેમણના રહેણાંકના સ્થળે ડીઆરઆઇની ટુકડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને બાદમાં સમીરની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સમીર મેમણે સિગારેટનો મોટો જથ્થો ક્યાંથી મંગાવ્યો?, કોને આપવાનો હતો? ભાવનગરમાં સમીરની સાથે તો કોણ કોણ અન્ય સામેલ છે? વિદેશી સિગારેટના ધંધામાં ભાવનગર ઉપરાંત અન્ય તાલુકામાં કોઇ નેટવર્ક છે કે કેમ? કેટલા સમયથી સમીર આ ગેરકાનુની ધંધામાં સામેલ છે? આવી તમામ બાબતો અંગે પુછપરછ કરવામાં આવી હતી. સમીર મેમણના વિદેશી સિગારેટ અંગેનું કનેકશન રાજ્યના અન્ય શહેરોમાં પણ ખુલે તેવી શક્યતાઓ પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech