જામનગરમાં ત્રાંબાના ત્રાસની ચોરી કરનારની અટકાયત

  • May 24, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કામદાર કોલોનીમાં એક મકાનમાંથી ત્રાંબાના આઠ ત્રાસનો ચોરી કરનાર સિકકાના શખ્સને જામનગર પોલીસે પકડી મુદામાલ કબ્જે લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝન પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
કામદાર કોલોની શેરી નં. ૮ના ખુણે ત્રાંબાના ત્રાસની ચોરીનો બનાવ બનેલ હોય જે ચોરીનો ગુનો અનડીટેકટ હોય જે શોધી કાઢવા વોચમાં હતા દરમ્યાન પો.કોન્સ. હરદીપભાઇ બારડ, પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા, પો.કોન્સ હોમદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ ત્રાસ લઇને એક ઇસમ ભીમા કુશા રાઠોડ (ઉ.વ.૨૫) રહે. સિકકા ગામ, પંચવટી ફાટક વાળો  દીગ્જામ સર્કલ નવા પુલ નીચે ઉભેલ છે અને ચોરીનો માલ સગેવગે કરવાની ફીરાકમાં છે તેવી હકીકત આધારે આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ ૮ ત્રાંબાના ત્રાસ કિ. ૬૫૦૦ સાથે પકડી પાડી ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application