રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય જાહેરમાં ઘાતક હથિયારો સાથે આતંક બચાવનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય જેના પગલે ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસને સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરની પોલીસને 100 કલાકનો ટાસ્ક આપવામાં આવ્યો હતો જે 100 કલાકમાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ગુનાખોરી અચાનાર અને શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને જોખમમાં મૂકનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન- 1 સજનસિંહ પરમાર, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓના સુપર વિઝન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા 756 સામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી જે યાદી તૈયાર થયા બાદ પોલીસે ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસે યાદી જાહેર થયાના કલાકોમાં જ જંગલેશ્વર વિસ્તારમાં ડ્રગ પેડલર જાવીદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. ત્યારબાદ બીજા દિવસે ભીસ્તીવાડ વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર નામચીન માજીદ ભાણું અને ઇશોભાના ગેરકાયદે બાંધકામો પણ તોડી પડાયા હતા. શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં રચ્યા પછી રહેતા શખસોના ઘરે જઈ તપાસ કરી ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેર પોલીસ દ્વારા પાંચ દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીના આંકડાકીય રિપોર્ટ મુજબ પોલીસે પાંચ દિવસ દરમિયાન નામીચા શખસો વિરુદ્ધ પાસાની ત્રણ દરખાસ્ત તૈયાર કરી છે જેમાં એકની પાસા હેઠળ અટકાયત કરી જેલહવાલે કરવામાં આવ્યો છે. જ્યારે હદપારીની આઠ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત 876 સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે ખાણ ખનીજ વિભાગ સાથે સંકલન કરી રોયલ્ટી, ઓવરલોડ સહિતના ખાણ ખનીજને લગતા આઠ કેસ કર્યા છે. આ જ પ્રકારે પોલીસે કોર્પોરેશન સાથે સંકલન કરી અસામાજિક તત્વોની એક યાદી પોલીસને મોકલી હતી જે પૈકી ગેરકાયદે જણાયા હોય તેવા પાંચ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. પીજીવીસીએલ સાથે પણ પોલીસે સંકલન કરી કુલ ૯૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન વીજ કનેક્શન ગેરકાયદે હોવાનું સામે આવતા કટ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કામગીરી કરવામાં આવશે.
ક્રાઇમ બ્રાંચે ૧૫૦ થી ગુનેગારોને બોલાવી કડડ તાકીદ કરાઇ
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150 થી વધુ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ના આંગણે બોલાવી તેમને કડક ટકોર કરી હતી.
ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ ડામોર અને સી.એન.જાદવની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150 કરતા વધુ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા હતા. અહીં પોલીસ દ્વારા તમામ આરોપીઓને સ્પષ્ટપણે તાકીદ કરી દેવામાં આવી હતી કે જો હવે તેઓ કાયદો તોડશે અથવા કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો, આજ મધ્યરાત્રિથી નવા દરો લાગુ, આટલા લાખ મુસાફરોને પડશે અસર
March 28, 2025 10:57 PMખેડૂતો માટે ખુશખબર: મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી, ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ
March 28, 2025 10:55 PMવિધાનસભામાં મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર, કોંગ્રેસ પણ દૂર રહી
March 28, 2025 10:53 PMમ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ
March 28, 2025 10:50 PMસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech