કાલાવડ રોડ, અમિન માર્ગ, અક્ષરમાર્ગની બેકરી શોપ્સમાં ચેકિંગ; કભી બીમાં વાસી ટોસ્ટનો નાશ

  • December 26, 2023 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફડ શાખા દ્રારા વિવિધ બેકરી શોપ્સ માં ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ કરી હતી જેમાં અમીનમાર્ગની કભી બીમાં વાસી ટોસ્ટનો જથ્થો મળતા તેનો નાશ કરી યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ બાબતે ફડ શાખા દ્રારા નોટિસ ફટકારાઇ હતી.વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ શાખાના સિનિયર ડેઝીેટેડ ફડ સેફટી ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ જણાવ્યું હતું કે નાતાલ અને થર્ટી ફસ્ર્ટ નાઇટ તેમજ ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન કેક, પેસ્ટ્રી સહિતની વિવિધ બેકરી પ્રોડકટસનું વેંચાણ વધતું હોય છે આથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બેકરી શોપસમાં સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન કભી બી બેકરી સતનામ એન્ટરપ્રાઇઝ, શોપ નં.૨૩૨૪ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર, અમીન માર્ગ ખાતે ચેકિંગ કરતા અહીં સંગ્રહ કરાયેલા પેકડ ટોસ્ટનો ભૂકો વાસી અને અખાધ જણાતા કુલ ત્રણ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મામલે નોટિસ ફટકારી હતી.


યારે સેમ્પલિંગ ડ્રાઇવમાં ફડ વિભાગ દ્રારા ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ આઠ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) રેડ વેલ્વેટ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ– કભી બી બેકરી સતનામ એન્ટરપ્રાઇઝ, શોપ નં.૨૩૨૪, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમીન માર્ગ, રાજકોટ ખાતેથી (૨) રેડ વેલ્વેટ ચોકો ચિપ્સ કુકીઝ ૧૮૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ કભી બી બેકરી, સતનામ એન્ટરપ્રાઇઝ, શોપ નં.૨૩૨૪, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમીન માર્ગ ખાતેથી (૩) ચોકલેટ ફેન્ટસી કેક લુઝનું સેમ્પલ સ્થળ– ધ કેક બાર, શોપ નં.૪, પિનાકલ બિલ્ડીંગ, મયુર ભજીયા પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી
(૪) ડબલ ડિલાઇટ પેસ્ટ્રી લુઝનું સેમ્પલ સ્થળ કે.પી. ફડસ, પિનાકલ બિલ્ડીંગ, મયુર ભજીયા પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી (૫) ચોકલેટ ટ્રફલ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ– બેક હાઉસ, શોપ નં.૭–૮, પિનાકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી (૬) બ્લેક ફોરેસ્ટ કેક (લુઝ)નું સેમ્પલ શ્રી ભવાની સેલ્સ એજન્સી, પિનાકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી(૭) સ્ટ્રોબેરી ચીઝ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ– સરાઝા બેકરી એન્ડ કાફે–ગેલેરીઝ ગોરમેટ, ઇન્ફીનીટી એવન્યુ, ગ્રાઉન્ડ ફલોર–૧, તપોવન સોસાયટી–૧, અક્ષર માર્ગ ખાતેથી તેમજ (૮) મિલ્કી બાઇટ કેક લુઝનું સેમ્પલ કેક એન જોય, બાલાજી હનુમાન સામે, પાણીના ધોડા સામે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. આ તમામ સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં રવાના કરાયા છે જેના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ હતી કે કેમ ? તેની વિગતો બહાર આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application