ઈલેકટોરલ બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને અપાયેલા દાનના વિશ્લેષણમાંથી દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે પ્રતિબધં હોવા છતાં, લગભગ ૨૦ કંપનીઓએ તેમની શઆતના ત્રણ વર્ષમાં લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના ઇલેકટોરલ બોન્ડસ ખરીધા હતા. તે પણ એવા સમયે યારે દેશ કોરોના મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી હતી. અહેવાલ મુજબ, આ ૨૦ કંપનીઓમાંથી પાંચે અસ્તિત્વમાં આવ્યાના એક વર્ષમાં, સાતએ એક વર્ષ પછી અને અન્ય આઠ કંપનીઓએ માત્ર બે વર્ષ પૂરા કર્યા પછી ઇલેકટોરલ બોન્ડ ખરીધા હતા.
ચાર દાયકા જૂના નિયમ અનુસાર, કંપનીની શઆતના ત્રણ વર્ષમાં રાજકીય દાન આપવા પર પ્રતિબધં છે. ૧૯૮૫માં, સંસદે કલમ ૨૯૩(એ)માં સુધારો કર્યેા, અમુક શરતોને આધીન કંપનીઓ દ્રારા રાજકીય દાન પરનો પ્રતિબધં દૂર કર્યેા. એક શરત એવી હતી કે કંપનીઓ સરકારની માલિકીની ન હોવી જોઈએ અને ત્રણ વર્ષથી ઓછી જૂની ન હોવી જોઈએ. કંપની એકટ, ૨૦૧૩ની કલમ ૧૮૨ હેઠળ આ કલમ યથાવત રાખવામાં આવી હતી.
યારે ફાઇનાન્સ એકટ, ૨૦૧૭ ની કલમ ૧૫૪ દ્રારા કલમ ૧૮૨ માં સુધારો કરવામાં આવ્યો હતો, ત્યારે આ કલમ ફરીથી ચૂંટણી બોન્ડની રજૂઆત પહેલાં જ જાળવી રાખવામાં આવી હતી. જો કે, સુધારાએ અગાઉની જોગવાઈને દૂર કરી છે જેના દ્રારા કંપની દ્રારા દાનમાં આપવામાં આવેલી રકમ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષેા દરમિયાન તેના સરેરાશ ચોખ્ખા નફાના ૭.૫% પર મર્યાદિત હતી. રાજકીય પક્ષોને કંપનીઓ દ્રારા દાન આપવા પર પ્રતિબધં પ્રથમ ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યો. તાજેતરમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી ૫૫ કંપનીઓએ ૨૦૨૨–૨૪ વચ્ચે રાજકીય પક્ષોને તેમના ચોખ્ખા નફાના ૭.૫ ટકાની મહત્તમ મર્યાદા કરતાં વધુ દાન આપ્યું છે. આમાંથી ૨૦૨૩–૨૪માં પાંચ અને ૨૦૨૨–૨૩માં આઠ એવી કંપનીઓ છે જેનો ચોખ્ખો નફો શૂન્ય હતો અથવા તેઓ ખોટમાં હતા, તેમ છતાં તેમણે ચૂંટણી બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને જંગી દાન આપ્યું હતું
નિયમોનો ભગં કરીને દાન આપનારી કંપનીઓ
– કંપનીનું નામ સબ્સ્િક્રપ્શનની રકમ રચનાની તારીખ બોન્ડની ખરીદીની તારીખ
– શાર્ક ઓવરસીઝ એયુકેશન કન્સલ્ટન્સી ૪ કરોડ ૨૯ મે ૨૦૨૩ ૧૨ જુલાઈ ૨૦૨૩
– વાસવી એવેન્યુ એલએલપી ૦૫ કરોડ ૦ ૬ એપ્રિલ ૨૦૨૩ ૧૨ જુલાઈ ૨૦૨૩
– શાર્ક ઇન્ફ્રા ડેવલપમેન્ટ પ્રા. ૩.૫ કરોડ ૨૬ માર્ચ ૨૦૨૩ ૧૨ જુલાઈ ૨૦૨૩
– બ્રેઈન ગ્લોબલ રિસોર્સિસ એલએલપી ૦૫ કરોડ ૨૬ મે ૨૦૨૩ ૦૯ ઓકટોબર ૨૦૨૩
– કૃતિ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ ૦૨ કરોડ ૨૧ મે ૨૦૨૨ ૦૫ એપ્રિલ ૨૦૨૩
– કાર્યક્ષમતા સોટવેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ૦૨ કરોડ ૧૦ નવેમ્બર ૨૦૨૧ ૨૭ જાન્યુઆરી ૨૦૨૩
– ધનિકા ટ્રેડર્સ પ્રા. ૨.૫ કરોડ ૩૦ માર્ચ ૨૦૨૧ ૦૭ જુલાઈ ૨૦૨૨
– અસ્કલ લોજિસ્ટિકસ પ્રા. ૨૨ કરોડ ૨૫ નવેમ્બર ૨૦૨૧ ૧૨ એપ્રિલ ૨૦૨૩
– વંશીરામ યોતિ લાર્વેન ૦૧ કરોડ ૨૮ ઓકટોબર ૨૦૨૧ ૧૧ એપ્રિલ ૨૦૨૩
– હોમ્સ ૦૨ કરોડ ૨૬ નવેમ્બર ૨૦૨૧ ૧૨ જુલાઈ ૨૦૨૩
– હેબિટેટ વિલાસ પ્રાઇવેટ લિમિટેડ ૦૧ કરોડ ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ ૧૫ નવેમ્બર ૨૦૨૩
– બ્લુસ્ટોન કોમોડિટી એલએલપી ૦૨ કરોડ ૨૬ ઓકટોબર ૨૦૨૧ ૧૨ ઓકટોબર ૨૦૨૩
– ઇસ્પાત પ્રાસાલી ૨.૫ કરોડ ૦૫ એપ્રિલ ૨૦૨૧ ૧૦ એપ્રિલ ૨૦૨૩
– ડીસેન્ટ બિલ્ડવેલ એલએલપી ૨.૫ કરોડ ૧૪ માર્ચ ૨૦૧૯ ૦૯ એપ્રિલ ૨૦૨૧
– રાજપુષ્પા એસેટ મેનેજમેન્ટ એલએલપી ૦૫ કરોડ ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ ૦૬ એપ્રિલ ૨૦૨૨
– પિરામલ ફાર્મા લિમિટેડ ૦૩ કરોડ ૦૪ માર્ચ ૨૦૨૦ ૧૪ નવેમ્બર ૨૦૨૨
– અક્ષત ગ્રીનટેક પ્રા. ૦૫ કરોડ ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ ૧૧ ઓકટોબર ૨૦૨૩
– શ્રીવે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૧.૫ કરોડ ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ૧૨ જુલાઇ ૨૦૨૩
– બેસગેઇન ઇન્ફોટેક એલએલપી ૧૧.૫ કરોડ ૧૪ મે ૨૦૧૮ ૦૯ એપ્રિલ ૨૦૨૧
– ૨૦ આયર્ન એન્ડ સ્ટીલ પ્રા. ૨૦ કરોડ ૦૬ એપ્રિલ ૨૦૧૮ ૦૩ એપ્રિલ ૨૦૨
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech