આજથી ૧૧ વર્ષ પૂર્વે ૨૦૧૫માં રાજકોટ શહેરની હદમાં ભળેલા કોઠારીયા ગામ વિસ્તારના વોર્ડ નં.૧૮માં આ વખતે મતદારો આકરાપાણીએ છે. કોઠારીયા ગામને રાજકોટ મહાપાલિકામાં ભેળવ્યા બાદ જે પ્રાથમિક સુવિધાઓ મેળવી જોઇએ તે આજ દિવસ સુધી મળી નથી તે વાસ્તવિકતા છે.
રાજકોટ શહેરમાં ભળેલા મવડી, વાવડી, નાના મવા, રૈયા સહિતના ગામોના વિસ્તારોનો જેટલો વિકાસ થયો તેટલો વિકાસ કોઠારિયાનો થયો નથી જેના કારણે આજે પણ કોઠારીયાના રહીશોને એવો વસવસો છે કે મહાપાલિકામાં ભળ્યા તેના કરતા ગ્રામ પંચાયત સારી હતી ! એવું નથી કે છેલ્લા પાંચ વર્ષ કોઈ વિકાસકામો થયા નથી પરંતુ અનેક વિકાસકામો થયા છે પરંતુ રાજકોટમાં ભળ્યાના ૧૧ વર્ષે પણ કોઠારીયાના તમામ વિસ્તારો સુધી નળ, ડ્રેનેજ, રોડ નેટવર્ક, સફાઇ, સ્ટ્રીટ લાઇટ વિગેરેની સુવિધા પહોંચી નથી. વિકાસકામોના મોટા કોઈ પ્રોજેકટ આ વોર્ડને કયારેય અપાયા નથી. સમગ્ર વોર્ડમાં કોઈ જ ફરવાલાયક સ્થળ નિર્માણ કરાયું નથી.
રાજકોટ મહાપાલિકા કચેરીમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ટોળા જો કોઈ વોર્ડમાંથી આવ્યા હોય તો તે વોર્ડ નં.૧૮ છે. કોઠારીયા વિસ્તારને સાઉથ ઝોન જાહેર તો કરી દેવાયો છે પરંતુ સુવિધાને નામે શૂન્ય છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ મનપામાં દર ઉનાળે આ વોર્ડમાંથી પાણી પ્રશ્ને ટોળા આવ્યા છે. આ વોર્ડમાં રોડ નેટવર્ક નથી, યાં રસ્તાના કબજા લેવાયા છે ત્યાં મેટલિંગ તેમજ ડામર કામ કરાયા નથી જેના કારણે ચોમાસામાં સમગ્ર વિસ્તાર નર્કાગાર જેવી સ્થિતિમાં ફેરવાય જતો હતો જેથી દરેક ચોમાસે આ વોર્ડમાં મુખ્ય રસ્તાઓ અને હાઈવે ઉપર ચક્કાજામ સજીર્ને લતાવાસીઓ મહાપાલિકા તંત્રને ઢંઢોળતા રહ્યા હતા. આ વોર્ડમાં કોઈ સુવિધા જ નથી તેથી વરસાદી પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા ન હોય તે સ્વાભાવિક છે. દર ચોમાસે આ વોર્ડના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા હતા અને વરસાદના વિરામ બાદ પખવાડિયા સુધી કાદવ કીચડનું સામ્રાય પથરાયેલું રહેતું હતું. આ વોર્ડમાં અસુવિધાઓ મામલે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ભાજપના ધારાસભ્યની કારને ઘેરાવ પણ કરાયો હતો, આ વિસ્તાર દક્ષિણ રાજકોટ હેઠળ આવે છે અને અહીંના ધારાસભ્ય રામેશભાઈ ટીલાળા છે પરંતુ તત્કાલિન સમયે લતાવાસીઓએ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની કારને રમેશભાઈની કાર સમજીને ઘેરાવ કર્યેા હતો અને તેઓ માંડ માંડ ત્યાંથી બહાર નીકળી શકયા હતા. અગાઉની એક ચૂંટણીમાં તો કોઠારીયામાં મતદારોએ મતદાનના બહિષ્કારની ચિમકી આપી હતી.
લેઉવા પાટીદારોની બહત્પમતીવાળા વોર્ડ નં.૧૮માં ગત ટર્મમાં ચારેય કોર્પેારેટર ભાજપના ચૂંટાયા હતા જેમાં દક્ષાબેન વાઘેલા, ભારતીબેન શૈલેષભાઈ પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઇ ગાજીપરાનો સમાવેશ થાય છે. યારે આગામી ચૂંટણી લડવા માટે પણ ચારેય સીટિંગ કોર્પેારેટરોએ દાવેદારી નોંધાવી છે તેમના સહિત આ વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ભાજપમાંથી કુલ ૬૬ દાવેદારો રેસમાં છે. આ વખતે કોંગ્રેસ અને આપમાંથી પણ આ વોર્ડમાં ચૂંટણી લડવા અનેક દાવેદારો મેદાનમાં છે ત્યારે ભાજપ માટે આ વોર્ડમાં જોખમી રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application